ડીસામાં પરણીતાનું અપરહણ કરવા મામલે ત્રણ સામે ફરિયાદ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-05-18 11:38:33
  • Views : 247
  • Modified Date : 2022-05-18 11:38:33

ડીસામાં પરણીતાનું અપરહણ કરવા મામલે ત્રણ સામે ફરિયાદ

 

ડીસા માં રહેતી એક પરણીતા ને તેના જ દીયરે વાત કરવા માટે મળવા બોલાવી હતી અને બાદ માં તેના અન્ય બે મિત્રો સાથે તેણી નું અપરહણ કરવા મામલે પીડિતા એ ડીસા તાલુકા પોલીસ મથકે તેના દિયર સહિત અન્ય ત્રણ સામે ફરિયાદ નોંધાવી છે

 

 ડીસા ની મેહુલ સોસાયટી માં રહેતા જુલિબેન જીતેન્દ્રભાઇ મડોરા ને આઠેક વર્ષ અગાઉ જીતેન્દ્રભાઈ સાથે સામાજિક રીતરિવાજ મુજબ લગ્ન કરેલા લગ્ન જીવન બાદ તેમના ત્યાં બે બાળકો જન્મેલ જોકે થોડા સમય અગાઉ તેમને અને તેમના પતિ જીતેન્દ્ર વચ્ચે વિખવાદ થતા તેઓ એ છુટા છેડા લીધેલા અને બે બાળકો સાથે અન્ય સોસાયટી ખાતે રહેવા જતા રહેલા તે દરમિયાન તેમના દિયર અલ્પેશભાઈ ત્યાં અવાર નવાર આવતા તેમને તેમની સાથે પ્રેમ થઈ જતા જુલિબેન તેમના દિયર અલ્પેશ સાથે લગ્ન કરેલા જોકે લગ્ન ના થોડા સમય બાદ અલ્પેશ દ્વારા બે બાળકો ને પોતાના ના માનતા બન્ને વચ્ચે અવાર નવાર તકરાર થયેલ જોકે ત્યારબાદ જુલીબેને અલ્પેશ સાથે છુટા છેડા લીધેલા અને ફરી અગાઉ ના પતિ જીતેન્દ્ર ની માફી માંગતા બનેં  એ ફરી મોગલધામ  મંદિર ખાતે જઈ ફુલહાર કરી સાથે રહેવા લાગેલ જોકે આ બાબતે અલ્પેશ ને અવાર નવાર જુલિબેન ને ફોન કરી ધમકી આપતો અને કહેતો મારી પાસે આવી જા તને નહિ તો ઠીક નહિ રહે અને કહેતો હું તારી સાથે ગ્રીસમાં વાળી કરિસ  અને અંગત ફોટા વાયરલ કરવાની ધમકી આપતો જોકે અલ્પેસ જુલિબેન ના પતિ ના મોબાઈલ ઉપર પણ ધમકી આપેલ જોકે આ બાબતે જુલિબેને તેમના પતિ ના મોબાઈલ થી  અલ્પેશ ને  સમજવવાનો પ્રયત્ન કરેલ જોકે તેમ છતાં અલ્પેશ ને રૂબરૂ મળી સમજાવવા માટે જુલિબેન રાત્રે આઠેક વાગ્યા ના સુમારે  મહાકાળી મન્દિર ખાતે તેમની બહેનપણી ને લઈ ગયેલા જ્યાં એક ૯૪૬૩ નબરની કાર ઉભેલી હતી અને ત્યાં અલ્પેશ અને અનિલ પ્રજાપતિ ઉભેલા હતા અને મેં અલ્પેશ ને પાસે જઈ કહેલ કે મને કેમ હેરાન કરે છે તે દરમિયાન પાછળ થી આવેલા અંકિત માળી એ ધક્કો મારી બળજબરી પૂર્વક ગાડી મેં બેસાડી દીધેલ અને અલ્પેશ પણ ગાડી માં બેસી ગયેલ અનેગાડી ભગાવી દીધેલ જોકે તે દરમિયાન જુલિબેન બુમો પાડવા છતાં પણ અલ્પેશ ગાડી રોકેલ નહિ અને રાપર તરફ જતી વખતે પોલીસ નું ચેકીંગ ચાલતું હોઇ ગાડી રોકાવેલ અને તેમને પોલીસ મથક ખાતે લઈ ગયેલા જોકે તે દરમિયાન તેમના પતિ જીતેન્દ્ર દ્વારા ડીસા તાલુકા પોલીસ મથકે તેમને અલ્પેશ અપરહણ કરી ગયો હોવાની જાણ કરેલી જે બાબતે ડીસા પોલીસે  કચ્છ પોલીસે ને જાણ કરતા નાકાબંધી કરતા આ  બન્ને ને ઝડપી લીધેલા અને અને ડીસા રૂરલ પોલીસ મથકે લાવેલ જ્યાં જુલી બેન અલ્પેશ મડોરા રહે.બ્રહ્માણી સોસાયટી ડીસા ,અનિલ પ્રજાપતિ રહે.થરા ,અને અંકિત માળી રહે.માલગઢ વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા તાલુકા પોલીસે અપરહણ સહિત ની કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે...

Download Our B K News Today App



Related News