જૂનાગઢમાં ભડકાઉ ભાષણ બદલ મૌલાના સામે ફરિયાદ.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2024-02-03 15:49:17
  • Views : 69
  • Modified Date : 2024-02-03 15:49:17

જુનાગઢથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, જૂનાગઢમાં ભડકાઉ ભાષણ બદલ મૌલાના સામે ફરિયાદ નોંધાઈ છે. વિગતો મુજબ નરસિંહ સ્કુલના મેદાનમા મુસ્લિમ સમાજની ધર્મસભા મળી હતી. આ ધર્મસભામાં ભડકાઉ ભાષણ કરવામાં આવ્યુ હતુ. જે બાદમાં મૌલાના સહિત ૩ લોકો સામે કોમી એકતા ભંગ કરી જાહેર સુલેહ શાંતિના ભંગ બદલ ફરિયાદ નોંધાઈ છે. આ તરફ હવે જુનાગઢ પોલીસ ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. જુનાગઢની નરસિંહ સ્કુલના મેદાનમાં મુસ્લિમ સમાજની ધર્મસભા મળી હતી. જોકે હવે આ ધર્મસભા બાદ ૩ લોકો સામે ગુનો નોંધવામાં આવ્યો છે. વિગતો મુજબ નરસિંહ સ્કુલના મેદાનમાં મળેલ મુસ્લિમ સમાજની ધર્મસભામાં ભડકાઉ ભાષણ કરવામાં આવ્યુ હતુ. જે અંગે હવે જુનાગઢ પોલીસ એક્શન મોડમાં આવી છે.જુનાગઢ પોલીસે મહમદ યુસુફ, અજીમ હબીબમૌલાના સલમાન સામે ફરિયાદ નોંધી છે. આ લોકોએ ઉશ્કેરણીજનક ભાષણ કરી મંજુરી કરતા વધુ સમય સુધી સભા ચાલુ રાખી હતી. જેને લઈ આ તમામ સામે કોમી એકતા ભંગ કરી જાહેર સુલેહ શાંતિના ભંગ બદલ આરોપીઓ સામે IPC કલમ 153(2), 505(2), 188, 114 મુજબ ગુન્હો નોંધાયો છે.

Download Our B K News Today App



Related News