પાટણ ના વેપારી સાથે કરોડ ઉપરાંત ની છેતરપિંડી આચરવા મામલે ડીસા ના ઈસમો સામે ફરિયાદ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-05-17 10:55:54
  • Views : 294
  • Modified Date : 2022-05-17 10:55:54


ડીસા ના જી આઈ ડી સી ખાતે તેલ મિલ ધરાવતા ઈસમો પાટણ ખાતે રહેતા વેપારી સાથે  અવાર નવાર ખાદ્યતેલ ની ખરીદી સહિત નો વેપાર કરતા હતા જોકે ડીસા ના ઈસમો પાટણ ના વેપારી સાથે એક કરોડ ઉપરાંત ની છેતરપિંડી આચરતા મામલે પાટણ ના વેપારી ડીસા ના ચાર ઈસમો સામે પાટણ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે

 

અંગેની ફરિયાદ ની વિગત અનુસાર પાટણ ખાતે રહતા જયેશકુમાર કીર્તિલાલ મોદી પાટણ ખાતે સદરામ એસ્ટેટમાં સૌરાષ્ટ્ર ઇન્ડસ્ટ્રીઝ નામની પેઢી ધરાવે છે તેઓ વર્ષ ૨૦૧૭ થી જી આઈ ડી સી ખાતે આવેલા એન પી ઇન્ડસ્ટ્રીઝ નામની ભાગીદારી પેઢી સાથે તેલ ના ખરીદ વેચાણ નો ધંધો કરતા હતા બન્ને એકબીજા પાસે માલ મગાવતા અને નાણાકીય લેવડ દેવડ કરતા હતા જોકે એન પી ઇન્ડસ્ટ્રીઝ ડીસા ના ભાગીદારો તેમની પાસે થી વર્ષ ૨૦૧૯૨૦  અને વર્ષ ૨૦૨૧૨૨ દરમિયાન  માલ મગાવેલ તે પેટે જયેશભાઇ મોદી ને ,૮૪,૧૦,૫૪૮ રૂપિયા બાકી લેવામાં નીકળતા હતા જેથી જયેશભાઈ રૂપિયા જરૂર હોય પરત માંગતા તેઓ અવાર નવાર બહાના બતાવતા હતા અને તેમ છતાં જયેશભાઇ વારંવાર ઉઘરાણી કરતા ઈસમો જયેશભાઇ ને  કહેલ કે બધો હિસાબ થઈ ગયો છે અમારે તમને એક ફૂટી કોડી આપવાની નથી જેથી જયેશભાઇ કાયદેસર કાગળ કરવા માટે હિસાબ તપાસતા ફોર્મ નમ્બર 2a અને 2b માં જયેશભાઇ ના નામેં દસ લાખ ઉપરાંત જી જી એસ ટી ક્રેડિટ આવટી હોઈ બાબતે ઉડી તપાસ કરતા આરોપી તેમના  નામે જી એસ ટી વાળા બિલ માલ.મોકલ્યા સિવાય ખોટા બિલ.બનાવી અપલોડ કરેલ મળી આવેલ જેથી જયેશભાઇ ને આપવાની થતી એક કરોડ ઉપરાંત ની રકમ ના ચૂકવવી પડે તે માટે છેતરપિંડી આચરેલ જેથી બાબતે જયેશભાઇ મોદી પાટણ પોલીસ મથકે () અશોક રસિકભાઈ કાનૂડવાળા રહે.ચન્દ્રલોક સોસાયટી ડીસા  ()ભરત કેશવલાલ કાનૂડવાળા રહે.યોગેશ્વરપાર્ક ડીસા  ()પિંકેશ અશોકકુમાર કાનૂડવાળા રહે.ચન્દ્રલોક સોસાયટી () નિલેશ ભરતભાઇ કાનૂડવાળા રહે.યોગેશ્વર પાર્ક ડીસા વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધવાત પોલીસે ચારેય ઈસમો વિરુદ્ધ કલમ  ૪૦૬,૪૨૦,૪૬૫,૪૬૭,૪૬૮ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે

Download Our B K News Today App



Related News