લોકડાઉનમાં મદદના બહાને મિત્રની જ પુત્રી પર નજર બગાડી અશ્લીલ વીડિયો અને મેસેજ મોકલતા શખ્સે સામે ફરિયાદ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-09-12 12:51:11
  • Views : 451
  • Modified Date : 2020-09-12 12:51:11

કોરોનાના સમયમાં અનેક લોકોની આર્થિક સ્થિતિ કથળી ગઈ હતી. કેટલાય પરિવાર બે ટક જમવાનું પામી શકતા ન હતા, ત્યારે લોકો મદદ માટે આગળ આવતા પરંતુ આ સમયે કેટલાક લોકો ગરીબ લોકોની મજબુરીનો લાભ ઉઠાવવા માટે પણ સક્રિય હતા. એક યુવતીને લોકડાઉનમાં મદદ કરવાના બહાને પિતાના મિત્રે જ નઝર બગાડી હોવાનું સામે આવ્યું છે. આખરે યુવતીએ આ અંગે ઓઢવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, ઓઢવ વિસ્તારમાં રહેતા પરિવારમાં નેહાએ ( નામ બદલ્યું છે ) પોતે એમ.એ સુધીનો અભ્યાસ કર્યો છે. નેહાના પિતા બેરોજગાર છે જ્યારે માતા પેરાલિસિસનો ભોગ બન્યા છે. તેવામાં ઘર ચલાવવાની જવાબદારી નેહાના માથે આવી ગઈ હતી. નેહા રોજ સવારે નોકરી જાય અને જે કમાય તેમાંથી પોતાનું અને પરિવારનું ગુજરાન ચલાવતી હતી. પણ કહેવાય છે કે, ગરીબીનું કિસ્મત ગરીબ હોય છે. અચાનક આવેલા લોકડાઉનના કારણે નેહનું નોકરી જવાનું બંધ થઈ ગયું હતું અને ઘરની આવક પણ બંધ થઈ ગઈ હતી. આવા સમયમાં તેના પિતાના મિત્ર અરવિંદ ચૌહાણ તેમના ઘરે આવ્યો હતો. અરવિંદ પિતાનો મિત્ર હોવાથી નેહાને પહેલા કોઈ શંકા ગઈ ન હતી. પણ લોકડાઉનમાં ઘરમાં ખાવા-પીવાની તકલીફ હોવાથી અરવિંદ ચૌહાણે તેમના ઘરમાં સમાન આપ્યો હતો, તેમજ ઘરમાં સમારકામ માટે પિતાને અમુક રૂપિયા આપ્યા હતા. પણ થોડા દિવસમાં અરવિંદ નેહાની પાછળ પડી ગયો હતો. અરવિંદ રોજ નેહાને ફસાવવા માટે વાતો કરતો હતો તેમજ નેહાને અશ્લીલ મેસેજ પણ કરતો હતો. નેહા આ બાબતનો વિરોધ કર્યો હતો એટલે અરવિદે નેહાના મંગેતરને ફોન કર્યો અને કહ્યું કે, નેહા સાથે મારા શારીરિક સંબંધ છે જેના વીડિયો પણ મારી પાસે છે. તેમ કહીને નેહાની સગાઈ તોડવા પ્રયાસ કરતો હતો.નેહાએ કરેલી ફરિયાદ મુજબ અરવિદે તેમને સતત જાતિ વિષયક ટીપ્પણી કરે છે. આ સમગ્ર મામલે હાલ ઓઢવ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

Download Our B K News Today App



Related News