થરાદ ખાતે સરકારી પાણી ની પાઇપ લાઇનમાંથી પાણી ચોરતા 7 લોકો સામે ફરિયાદ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-04-29 11:35:03
  • Views : 299
  • Modified Date : 2022-04-29 11:35:03

થરાદ ખાતે સરકારી પાણી ની પાઇપ લાઇનમાંથી પાણી ચોરતા 7 લોકો સામે ફરિયાદ

 

જિલ્લાના પાણી પુરવઠાની કડક કાર્યવાહી થી ભૂતિયા કનેક્શન ધારકોમાં ફફડાટ

 

થરાદના ખેતરોમાં પસાર થતી પાઇપ લાઈનોમાં તોડફોડ કરી ગેરકાયદેસર કનેક્શન મેળવી પાણીની ની ચોરી કરતા શખ્સો પર જિલ્લા કલેકટર ના આદેશ બાદ જિલ્લાના પાણી પુરવઠા એ 7 લોકો સામે નોંધાવી ફરિયાદ...

 

બનાસકાંઠા જિલ્લામા સરકાર દ્વારા ખેડૂતોને પાણી મળી રહે તે માટે સરહદી વિસ્તારમાં સરકાર દ્વારા પાઇપલાઇન નાંખવામાં આવી છે પરંતુ ખેતરોમાંથી પસાર થતી પાઇપલાઇનમાં તોડફોડ કરી ગેરકાયદેસર પાઇપલાઇનમાંથી કનેક્શન મેળવી પાણીની ચોરી કરતા હોવાનું બનાસકાંઠા જિલ્લા કલેકટરના ધ્યાને આવતા બનાસકાંઠા જિલ્લા કલેકટરના આદેશ મુજબ આજરોજ જિલ્લાના પાણી પુરવઠા વિભાગ દ્વારા પોલીસ સ્ટાફ સહિતની નવ ટીમો તૈયાર કરી જીલ્લાના સરહદી વિસ્તારમાં તપાસ હાથ ધરવામાં આવી હતી ગેરકાયદેસર કનેક્શન ધારકો સામે કડક કાર્યવાહી કરવામાં આવી હતી થરાદમાં સરકારી પાઇપલાઇનમાંથી પાણીની ચોરી કરતા સાત લોકો સામે ફરિયાદ નોંધાઇ હતી..ત્યારે ગેરકાયદેસર કનેક્શન ધારકો સામે તંત્રની કડક કાર્યવાહીને લઇ ભૂતિયા કનેક્શન ધારકોમાં ફફડાટ ફેલાયો હતો.

Download Our B K News Today App



Related News