ડીસામાં મુખ્યમંત્રીની સભામાં હંગામો : અચાનક એક યુવક સ્ટેજ પર ચડી ગયો

  • Published By : PIYUSH PARMAR
  • Published Date : 2022-10-16 19:28:36
  • Views : 223
  • Modified Date : 2022-10-16 19:28:36

    આજે ગુજરાત સરકારની ગૌરવ યાત્રા બાદ ડીસામાં યોજાયેલી મુખ્યમંત્રીની સભામાં ભારે હંગામો મચ્યો હતો. અચાનક એક યુવક ભાજપનો ખેસ પહેરી મુખ્યમંત્રીની સીક્યોરિટી વચ્ચે સ્ટેજ પર ચડી જતા દોડધામ મચી હતી. જોકે પોલીસે તેમજ કાર્યકરોએ યુવકને તાત્કાલિક પકડી સ્ટેજ નીચે ઉતારી દીધો હતો. યુવક સ્ટેજ પર ચઢ્યો ત્યારે તેના હાથમાં એક પત્ર હતો જે હવે ચર્ચાનો વિષય બન્યો છે. એવું મનાય છે કે, યુવક કોઈ રજૂઆત કરવા માટે સ્ટેજ પર ચઢી ગયો હતો. જોકે ત્યાં ઉપસ્થિત કાર્યકરોએ યુવકના હાથમાંથી પત્ર ખીસ્સામાં મુકી દીધો હતો અને તેને દૂર લઈ ગયા હતા. હવે લોકોમાં એવી ચર્ચા ચાલી રહી છે કે, આખરે એ પત્રમાં શું હતું?ડીસામાં આજે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ગૌરવ યાત્રા લઈને પહોંચ્યા હતા. ત્યારે મુખ્યમંત્રીના કાર્યક્રમમાં એક મોટી ઘટના બની હતી. ડીસા ખાતે આવેલા માર્કેટ યાર્ડમાં જ્યારે મુખ્યમંત્રીની સભા ચાલી રહી હતી. તે દરમિયાન એક યુવક લેખિતમાં રજૂઆત કરવા માટે મુખ્યમંત્રી પાસે મંચ પર જ પહોંચી ગયો હતો. કાર્યક્રમ પૂરો થતાં જ મુખ્યમંત્રી સભા સ્થળ છોડી રહ્યા હતા ત્યારે આ યુવક સ્ટેજ પર પહોંચી જતાં અફરાતફરી મચી ગઈ હતી. પોલીસે તેમજ ભાજપના કાર્યકરોએ આ શખ્સને મુખ્યમંત્રી નજીક જતાં અટકાવીને તેના હાથમાં રહેલો કાગળ છીનવી લીધો હતો.આ યુવકને સ્ટેજથી દૂર લઈ જઈ અને પોલીસને હવાલે કરવામાં આવ્યો હતો. આ શખ્સ તલાટી હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવ્યું છે. પરંતુ પોલીસે આ શખ્સની અટકાયત કરી લેતા તે સ્ટેજ પર કેમ ચઢ્યો હતો અને તેના હાથમાં રહેલા કાગળમાં શું લખાણ હતું તે અંગે કોઈ જ માહિતી મળી શકી નથી. પરંતુ ડીસામાં મુખ્યમંત્રીની સભામાં જે રીતે સ્ટેજ સુધી આ શખ્સ પહોંચી ગયો તે સુરક્ષાની મોટી ત્રુટિ કહી શકાય.

       

Download Our B K News Today App



Related News