હિમાચલના ધારાસભ્યોને મળતી સુવિધાઓ પરત લઇ લેવાશેઃ સુક્ખુનો મહત્વનો નિર્ણય

  • Published By : parth lakhtaria
  • Published Date : 2022-12-13 18:12:27
  • Views : 167
  • Modified Date : 2022-12-13 18:12:27

હિમાચલ પ્રદેશના નવનિયુક્ત મુખ્યમંત્રી સુખવિન્દરસિંહ સુક્ખુએ મુખ્યમંત્રી તરીકેનો કાર્યભાર સંભાળ્યો તેના પ્રથમ દિવસે જ ક અત્યંત મહત્વનો નિર્ણય લેતાં જાહેરાત કરી હતી કે ધારાસભ્યોને અત્યાર સુધી મળતી તમામ સુવિધાઓ પાછી લઇ લેવાશે અને તેઓને સામાન્ય નાગરિક સમકક્ષ ગણવામાં આવશે.

સુક્ખુ દ્વારા લેવાયેલા નિર્ણય અનુસાર ધારાસભ્યોને મળતી તમામ સુવિધાઓ તાત્કાલિક અસરથી પાછી ખેંચી લેવામાં આવે છે. કોંગ્રેસ સરકારના આ નિર્ણયની માહિતી આપતાં સુક્ખુએ કહ્યું હતું કે કોંગ્રેસના વિધાનસભા પક્ષની બેઠકમાં જ નિર્ણય લેવાયો હતો કે હિમાચલ ભવન અ રાજ્યની વિધાનસભાની કેન્ટિનમાં સામાન્ય જનતા પાસેથી જે ચાર્જ લેવામાં આવે છે તે મુજબ જ ધારાસભ્યોએ પણ ચાર્જ ચુકવવાનો રહેશે. ધારાસભ્યોને પણ સામાન્ય નાગરિકની જેમ બાકી રહેતાં તમામ નાણાં ચૂકવી દેવાના રહેશે અ તે ઉપરાંત ધારાસભ્યોને મળતી અન્ય તમામ સુવિધાઓ તાત્કાલિક અસરથી પાછી ખેંચી લેવામાં આવે છે.

હિમાચલના મુખ્યમંત્રીએ પત્રકારોને સંબોધતા કહ્યું હતું કે જેણે ચૂંટણી પહેલાં રાજ્યના લોકોને જૂની પેન્શન યોજના લાગુ કરવાનું વચન આપ્યુ હતું તંદઅનુસાર કેબિનેટની પ્રથમ બેઠકમાં જ આ યોજના લાગુ કરવાનો નિર્મય લઇ લેવામાં આવશે. દરમ્યાન સુનિલ શર્માને મુખ્યમંત્રી સુક્ખુના રાજકીય સલાહકાર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. શ4મા સુક્ખુના સૌથી નજીકના સાથીદાર છે. સુક્ખુ દ્વારા કરવામાં આવેલી આ પ્રથમ નિયુક્તિ હતી.

સુખવિન્દર સિંહે આજે રાજ્યના મુખ્યમંત્રી તરીકેનો કાર્યભાર સંભાળી લીધો હતો અને કહ્યું હતું કે કોંગ્રેસ હાઇકમાન્ડના દિશા નિર્દેશ અનુસાર મંત્રીમંડળની રચના કરવામાં આવશે.

Download Our B K News Today App



Related News