ભીલડી પોલીસના સિધમ લેડીની પ્રશંસનિય કામગીરી : પોલીસ વડા દ્વારા ટ્રોફી તેમજ સન્માન પત્ર આપવામાં આવ્યુ.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-02-12 11:33:37
  • Views : 460
  • Modified Date : 2021-02-12 11:33:37

    ભીલડી પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ એ.બી શાહ એ ટુંકા ગાળામાં મહત્વના કેશોના ભેદ ઉકેલવામાં   સફળતા મેળવી સિધમ લેડી તરીકેની નામના મેળવી છે પી.એસ.આઇની સરાહનીય કામગીરી ને લઇ જીલ્લા પોલીસવડા એ પણ સન્માનિત કર્યા છે  આરોપીઓને પકડવાના હોય કે ક્રાઇમની ઘટના આ તમામ ક્ષેત્રમાં પ્રશંસનિય કામગીરી રહેલી છે જિલ્લા પોલીસ દ્વારા 10 જાન્યુઆરીથી 9 ફેબ્રુઆરી દરમિયાન કોગ્નીઝેબલ ગુનાઓમાં વર્ષોથી નાસતા-ફરતા આરોપીઓને પકડવાની ડ્રાઈવમાં ૧૦ થી ૩૪ વર્ષથી ફરાર ૩ આરોપીઓને શોધી કાઢી પકડી પાડેલ તેમજ પંજાબના જલંધરમાંથી ભીલડીની ગુમ થયેલ દીકરીને પરત લાવી તેમજ પ્રિપ્લાનના મર્ડરની ધટનાને અકસ્માતમાં ખપાવનાર શખ્સો ને શકના આધારે શોર્ટ ટાઈમમાં ભેદ ઉકેલી ભીલડી પી.એસ આઈ એ.બી.શાહએ પ્રશંસા મેળવી છે તેમની આ ઉત્કૃષ્ટ કામગીરી કરવા બદલ જીલ્લા પોલીસ અધિક્ષક તરુણ દુગ્ગલ દ્વારા ટ્રોફી તેમજ સન્માંન પત્ર આપવામાં આવ્યું છે ભીલડી પી.એસ.આઇ એ રાત દિવસ સતત કાર્યરતમાં વ્યસ્ત રહી કર્તવ્ય નિસ્વાર્થ ભાવના સાથે ભીલડી પો.સ્ટેશન તેમજ ભીલડી વિસ્તારમાં નામના મેળવી રહ્યા છે ભીલડી તેમજ આજુબાજુની જનતા દ્વારા પણ પી.એસ.આઇ એ.બી શાહની કામગીરી બિરદાવવામાં આવી રહી છે.

Download Our B K News Today App



Related News