સરદાર કૃષિનગર દાંતીવાડા ખાતે કોલેજનો વાર્ષિક ઉત્સવ યોજાયો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-04-07 06:45:39
  • Views : 515
  • Modified Date : 2019-04-07 06:45:39

કૃષિ મહાવિદ્યાલય, સરદારકૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી, થરાદ દ્વારા તારીખઃ ૦૬/૦૪/૨૦૧૯ના રોજ કોલેજના વાર્ષિક ઉત્સવનું આયોજન કરવામાં આવેલ. આ પ્રસંગે કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા સંગીત-ખુરશી, દોરડા ખેંચ, રંગોલી સ્પર્ધા, લીંબુ-ચમચી, પોસ્ટર સ્પર્ધા, નાટક, સોલો ડાંસ, ગ્રુપ ડાંસ, મોનો એક્ટિંગ, ફીશપોન્ડ વગેરે કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ.

આ પ્રસંગે કૃષિ મહાવિદ્યાલય (થરાદ), ચી. પ. કૃષિ મહાવિદ્યાલય (સરદારકૃષિનગર) અને કૃષિ વિજ્ઞાન કેન્દ્ર (થરાદ)ના ડીન, પ્રોફેસરો, ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ અને અન્ય સ્ટાફગણ હાજર રહી વિદ્યાર્થીઓને પ્રોત્સાહન પુરૂ પાડેલ. આ પ્રસંગે યોજાયેલ વિવિધ સ્પર્ધામાં વિજેતા બનેલ વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓને પ્રોત્સાહક ઇનામોનું વિતરણ કરવામાં આવેલ. કૃષિ મહાવિદ્યાલય (થરાદ) અને ચી. પ. કૃષિ મહાવિદ્યાલય (સરદારકૃષિનગર)ના વિદ્યાર્થી તથા વિદ્યાર્થીનીઓએ કાર્યક્રમમાં ઉત્સાહભેર ભાગ લીધેલ.

આ ઉપરાંત ચૈત્ર માસની નવરાત્રીના અનુસંધાને એક દિવસીય રાત્રિ ગરબાનું આયોજન કરવામાં આવેલ. કાર્યક્રમને સફળ બનાવવા કૃષિ મહાવિદ્યાલય, થરાદના આચાર્ય, પ્રાધ્યાપકો અને વિદ્યાર્થીઓ દ્વારા જહેમત ઉઠાવવામાં આવેલ.


Download Our B K News Today App



Related News