બનાસકાંઠામાં અવિરત મેઘ મહેર, ભારે વરસાદની આગાહીને લઇ અધિકારીઓને હેડક્વાર્ટર ન છોડવા કલેકટરનો આદેશ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-07-07 12:43:08
  • Views : 451
  • Modified Date : 2022-07-07 12:43:08


જિલ્લામા 10 જૂલાઈ સુધી અતિભારે વરસાદની આગાહી


હવામાન વિભાગની આગાહીને પગલે બનાસકાંઠામાં મેઘરાજાએ રોકાણ કર્યુ છે. છેલ્લા બે-ત્રણ દિવસથી અવિરત મેઘ મહેર થતા ખેડૂતોને આસ બંધાણી છે. અત્યાર સુધી જિલ્લામાં એવરેજ 20.35 ટકા વરસાદ નોંધાયો છે. જેને લઈ ખેડૂતો ચોમાસુ વાવેતર કરવાનું શરૂ કર્યું છે. ગયા વર્ષમાં વરસાદ નહિવત પડતા મોટા ભાગના તળાવો અને ડેમોમા પાણી સુકાવાના કારણે કુવાઓ અને બોરોમા પાણી સુકાઈ ગયા હતા. જેને કારણે ખેડૂતોના તૈયાર પાકો સુકાયા હતા. જોકે, વર્ષે સારો વરસાદ પડતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

છેલ્લા 24 કલાકના વરસાદના આંકડા
બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં વરસાદના આંકડા જોઈએ તો કાંકરેજમા 08 MM, થરાદમા 03 MM, દાંતામા 09 MM, દાંતીવાડામા 07 MM, દિયોદરમા 05 MM, ધાનેરામા 01 MM, પાલનપુરમા 04 MM, ભાભરમા 01 MM, લાખણીમા 05 MM, વડગામમા 03 MM, વરસાદ નોંધાયો છે.

 

અધિકારીઓને સૂચના
ઉપરાંત બનાસકાંઠા જિલ્લામાં આજથી 10 જૂલાઈ સુધી અતિભારે વરસાદની આગાહીના પગલે વહીવટી તંત્ર દ્વારા પ્રાંત અધિકારી લાઇઝન અધિકારી સંકલન અધિકારી મામલતદાર ઓફિસરો નગરપાલિકાના તાલુકા વિકાસ અધિકારી તમામને પરવાનગી સીવાય હેડક્વાર્ટર છોડવા આદેશ કરવામાં આવ્યા છે. તમામ અધિકારીઓને વરસાદની પરિસ્થિતિને લઈને મોનિટરિંગ કરવાનું રહેશે.

Download Our B K News Today App



Related News