બનાસકાંઠા અને પાટણની હદમાં વાહન પ્રવેશબંધી મામલે સરપંચોની કલેકટરને રજૂઆત

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-04-12 15:03:43
  • Views : 694
  • Modified Date : 2020-04-12 15:03:43

 સમગ્ર દેશ હાલમાં કોરોનાના સંક્રમણને લઈને યાતના ભોગવી રહ્યો છે. કોરોના પોઝીટીવનો આંકડો રોજે રોજ વધી રહ્યો છે. ત્યારે સરકાર દ્વારા કોરોના સંક્રમણને રોકવાના તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.  ત્યારે પાલનપુર તાલુકાના મડાણા, દલવાડા, સાસમ, સલ્લા, વાસણી , સામઢી જેવા ગામો જે પાટણ જિલ્લાની હદમાં બનાસકાંઠાના છેવાડા ગામો. 

પરંતુ દલવાડાની હદમાં બનાવેલી ચેકપોસ્ટ ઉપર મડાણા અને દલવાડાના સરપંચો તેમજ વિલેજ કન્ટેન્ટમેન્ટ કમિટિના સભ્યો દ્વારા પાટણ તરફથી આવતા એક પીકઅપ ડાલાને રોકાવી તેની પુછપરછ કરતા તેની પાસે કોઈજ પ્રકારનો પાસ કે પરમિટ ના હોવા઼થી પીકઅપના ચાલકને રોકવામાં આવતા આ ચાલકે ગઢ પોલીસ મથકના અધિકારીને વાત કરી ગાડી જવા દેવા માટેની ભલામણ કરાવતા ચેકપોસ્ટ ઉપર હાજર પોલીસ દ્વારા ગાડી છોડી દેવામાં આવી હતી. તેથી દલવાડા સરપંચ તેમજ મડાણા સરપંચ દ્વારા જિલ્લા મેજીસ્ટ્રીટના જાહેરનામાનો ભંગ થતો હોઈ અને કલેકટરનું આ બાબતે ધ્યાન દોરવા ઈમેલથી રજૂઆત કરવામાં આવી હતી. 

Download Our B K News Today App



Related News