કલોલ શહેરમાં કોરોના સંક્રમણ અટકાવવા કડક પગલા લેવા કલેક્ટરની સૂચના

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-06-05 12:14:26
  • Views : 454
  • Modified Date : 2020-06-05 12:14:26

કલોલ શહેરમાં કોરોના વાયરસનું સંક્રમણ અટકાવવા માટે માસ્ક પહેરવા, સોશ્યિલ ડિસ્ટન્સીંગ અને અન્ય જાહેરનામાના નિયમોનું પાલન ન કરતાં લોકો સામે કડક હાથે
પગલા લેવા જિલ્લા કલેકટર ર્ડા.કુલદીપ આર્યએ કલોલના સ્થાનિક તંત્રને સૂચના આપી છે.
ગાંધીનગર જિલ્લાના કલોલ શહેર સહિત ગ્રામ્ય વિસ્તારમાં કોરોનાના કેસોની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો થતો જાય છે. આથી કોવિડ- ૧૯ ના કેસોમાં ધટાડો થાય તેમજ આ અંગેની યોગ્ય સાવચેતીના ભાગરૂપે આજ રોજ કલોલ શહેરની મુલાકાત ગાંધીનગર જિલ્લા કલેકટર ર્ડા. કુલદીપ આર્યએ લીધી હતી. તેમણે કલોલ શહેરના નાગરિકો દ્વારા  માસ્ક પહેરવાનું, સોશ્યિલ ડિસ્ટન્સીંગ રાખવાની અને અન્ય કોવિડ- ૧૯ ના જાહેરનામાનું સુચારું અને કડક રીતે પાલન થાય તેની ખાસ તેકદારી રાખવા માટે સ્થાનિક તંત્રને સૂચના આપી છે. કલોલ શહેરની મુલાકાત દરમ્યાન તેમણે વિવિધ બજારોમાં વેપારીઓ દ્વારા દુકાન પર કેવું સેશ્યિલ ડિસ્ટન્સીંગ રાખવામાં આવે છે, નગરમાં સૌ કોઇ માસ્કના નિયમોનું પાલન યોગ્ય રીતે કરે છે કે નહી, તેમજ માર્ગમાં આવતી એક બેંકની શાખાની પણ મુલાકાત લીધી હતી. તેમજ કન્ટેન્ટમેન્ટ એરિયામાં જાહેરનામાનું કેવું
પાલન થાય છે, તેની પણ રૂબરૂ મુલાકાત કરી હતી.
કલેકટર ર્ડા.કુલદીપ આર્યએ કલોલ પ્રાંત અધિકારીની કચેરી અને મામલતદાર કચેરીની પણ મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમ્યાન તેમણે ઇ-ધરા અને જનસેવા કેન્દ્ર, પ્રાંત અને મામલતદાર કચેરીના સ્ટાફ જયાં બેસે છે, તે સ્થળે યોગ્ય સેનિટાઇઝર થાય છે કે નહિ, સોશ્યિલ ડિસ્ટન્સીંગ જળવાઇ રહે છે કે નહિ તે તમામ બાબતોની રૂબરૂ મુલાકાત કરીને માહિતી મેળવી હતી.
કલેકટરે પ્રાંત અધિકારી, મામલતદાર, ટી.ડી.ઓ., ડી.વાય.એસ.પી અને ટી.ડી.એચ.ઓ. સાથે બેઠક યોજીને કલોલ શહેરની વિસ્તૃત માહિતી મેળવી હતી.તેમણે જણાવ્યું હતું કે, માસ્ક વગર ફરતાં લોકો સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવે. તેમજ સામાજિક અંતર ન રાખવાનું ઉલ્લંધન કરતાં વેપારી- દુકાનદાર સામે કડક હાથે
પગલા લેવામાં આવે. તેમજ વારંવાર આ ઉલ્લંધન કરતાં
વેપારીની દુકાન ૫ થી ૭ દિવસ માટે પોલીસ તંત્ર ને સાથે રાખીને સીલ કરવામાં આવે. તે ઉપરાંત કન્ટેન્ટમેન્ટ એરિયામાં સતત પ્રેટ્રોલિંગ થાય તેમજ જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિ સામે કડક કાર્યવાહી કરવા પણ સર્વે અધિકારીઓને ભારપૂર્વક જણાવ્યું હતું. 
આ ઉપરાંત કલેકટરે કલોલ – મહેસાણા હાઇવે પર જયાં ચોમાસાની સિઝનમાં પાણી ભરાઇ રહેવાનો વધુ પ્રશ્ન રહે છે, તેવી જગ્યાની રૂબરૂ મુલાકાત કરીને ત્યાં પર્ક્યુલેશન વેલના ચાલતાં કામની વિગત મેળવી હતી.

Download Our B K News Today App



Related News