બગીચાને ખુલ્લો મુકવા આમ આદમી પાર્ટી દ્વારા જિલ્લા કલેક્ટરને કરાઇ રજૂઆત

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-12-31 11:43:55
  • Views : 354
  • Modified Date : 2020-12-31 11:43:55

ડીસા નગરપાલિકા દ્વારા બે કરોડ ઉપરાંતના ખર્ચે બનાવવામાં આવેલ નાનાજી દેશમુખ બાગમાં જાળવણીના અભાવે ઝાડી ઝાંખરા ઉગી નિકળ્યા છે તેમજ રમતગમતના સાધનો પણ નષ્ટ થઇ રહ્યાં છે ત્યારે તાત્કાલીક ધોરણે બગીચો શરૂ કરવા માટે આપ દ્વારા જિલ્લા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી છે.
ડીસા નગરપાલિકાના તત્કાલીન પ્રમુખ પ્રવિણભાઇ માળી દ્વારા શહેરના હવાઇ
પિલ્લર મેદાનમાં અધતન સુવિધાસભર "નાનાજી દેશમુખ બાગ" બનાવવામાં આવ્યો હતો પરંતુ બગીચો તૈયાર થઇ ગયા
પછી જમીનના મુદ્દે વિવાદ છેડાયો હતો. જાે કે, શહેરના કેટલાંક લોકોએ જાતે જ બગીચામાં અવરજવર શરૂ કરી દેવામાં આવી હતી પરંતુ તંત્ર દ્વારા "તા. ૧૮ એપ્રિલ ૨૦૧૯ થી કાયદાકીય ગુચ તેમજ કોન્ટ્રાક્ટરને પેમેન્ટ મળેલ ન હોવાથી બગીચો જનતા માટે બંધ રાખેલ છે" તેવું બેનર બગીચામાં લગાડી દેવામાં આવ્યું છે. કરોડો રૂપિયાના ખર્ચે બનેલ બગીચો નગરજનોને ઉપયોગી થાય તે માટે ચાલુ કરવા ખુદ સતાધારી ભાજપ સહિત વિપક્ષી સદસ્યોએ પણ રજૂઆત કરી છે.
આ ઉપરાંત આમ આદમી પાર્ટી દ્વારા પણ અનેકવાર લેખિત તેમજ મૌખિક રજૂઆત કરવા છતાં પરીસ્થિતિ જૈસે થે જાેવા મળી રહી છે. આથી આમ આદમી પાર્ટીના પ્રદેશ ઉપાધ્યક્ષ ભેમાભાઈ ચૌધરી, રમેશભાઇ નાભાણી (વકીલ) સહિતના આગેવાનોએ સોમવારે નગરપાલિકા માં બગીચો ચાલુ કરાવવા માટે મુખ્ય અધિકારીને રજૂઆત કરી હતી. આ ઉપરાંત જિલ્લા કલેકટરને પણ રજૂઆત કરી
 પાંચ દિવસમાં યોગ્ય પ્રત્યુત્તર નહી આવે તો આંદોલનની ચીમકી ઉચ્ચારી છે.

Download Our B K News Today App



Related News