સ્વયંમ સૈનિક દળ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-10-17 12:04:30
  • Views : 401
  • Modified Date : 2019-10-17 12:04:30

 છેલ્લાં ઘણાં સમયથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિદેશ પ્રવાસો અને જાપાન, ચીન વગેરે બૌધ્ધિષ્ટ દેશોના પ્રધાનો, પ્રમુખો અને ડેલીગેશનની ભારત યાત્રા વખતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા બુધ્ધ ધર્મની વાત કરવામાં આવે છે. બીજું કે હમણાં હાવડી અને યુનોની મિટિંગમાં પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું હતું  કે ભારતે વિશ્વને બુધ્ધ આપ્યા છે. આજે વિશ્વને યુધ્ધ નહિ બુધ્ધની જરૂર છે તો આ બાબતે અમારી કેટલીક માંગણીઓ છે.
વિદેશમાં જઈ બુધ્ધની વાત કરનાર સરકારે બુધ્ધને શું આપ્યું? દરેક જિલ્લા-તાલુકે મબલખ મંદિરો છે અને બને છે. મંદિરો માટે રણ, જંગલ,
પર્વતો, સમુદ્ર, રોડ રસ્તા વગેરે જેવી કોઈ બાબતો નડતી નથી. હિન્દૂ ધર્મના મંદિરો, ઘાટો, કુંભ મેળાઓ અન્ય હિન્દુ તહેવારો માટે સરકાર અબજો રૂપિયાની કિંમત જમીનો,રૂપિયા અને સરકારી તંત્રનો ઉપયોગ કરે છે અને સગવડતાઓ આપે છે. હિન્દૂ તહેવારો અનુસંધાને સરકાર સંદેશાઓ પાઠવે છે મોટી મોટી જાહેરાતો આપે છે.
જ્યારે મુસ્લિમ ધર્મ, બૌધ્ધ ધર્મ, ખ્રિસ્તી ધર્મના તહેવારો, ઉત્સવો વખતે પ્રધાનમંત્રી કે સરકાર દ્વારા કોઈ સંદેશાઓ કે જાહેરાતો આપવામાં આવતી નથી. આ બધા ધર્મો માટે કોઈ જમીનની ફાળવણી કે આર્થિક સહકાર આપવામા આવતો નથી. સરકારી તંત્રનું કોઈ યોગદાન મળતું નથી. તો ત્યારે એમ થાય છે કે શું વડાપ્રધાન, સરકાર કે બ્યુરોક્રેશી હિન્દુઓની જ છ ે? બિનસાંપ્રદાયિક દેશમાં માત્ર એક જ ધર્મને પ્રાધાન્ય કેમ આપવામાં આવે છે? સરકાર, વડાપ્રધાન બૌધ્ધ, મુસ્લિમો, ખ્રિસ્તી ધર્મને આ પ્રકારની સવલતો આપશે ખરી ? વિશ્વભરના પ્રવાસમાં ભારતે વિશ્વને શાંતિ અને બુધ્ધ આપ્યા એવું કહેવાવાળા વડાપ્રધાન અને સરકાર પાસે અમારી એટલી જ માંગણી છે તથાગત બુધ્ધનો માત્ર ભાષણમાં જ ઉપયોગ ન કરો વડાપ્રધાન, સરકાર, ધારાસભ્યો, સાંસદો, મેયરો, ભારતભરના બ્યુરોક્રેસ્ટ વગેરે કોઈ જાતી કે ધર્મના નથી હોતા એ વ્યક્તિઓએ તમામ ધર્મને સમભાવ, સમાનતા અને સમ્યક દ્રષ્ટિએ જોવા જોઈએ.
તથાગત બુધ્ધને મહત્વ આપતા વડાપ્રધાનને અમારો સવાલ છે કે તથાગત બુધ્ધ સાથે જોડાયેલી કેટલી જગ્યાઓના વિકાસ માટે કેટલો ખર્ચ કર્યો? બૌધ્ધિસ્ટોને કેટલી સગવડતાઓ  આપી? કેટલાં બૌધ્ધ તહેવારોમાં શુભેચ્છાઓ પાઠવી? તથાગત બુધ્ધના વિશ્વશાંતિના સંદેશનો પ્રચાર પ્રસાર થાય એ હેતુથી ભારતભરના તમામ જિલ્લા-તાલુકા મથકે બુધ્ધ વિહારની જમીન અને બીજી જરૂરી સુવિધાઓ પુરી પાડવામાં આવે. દરેક જગ્યાએ વિહાર હેતુ સબબ ૧૦,૦૦૦ (દશ હજાર)વાર જગ્યા અને વિહાર માટે જરૂરી આર્થિક સહયોગ આપવાની ધારદાર રજુઆત કરી હતી.

Download Our B K News Today App



Related News