પોલીસ વિભાગની નવી ભરતીના નવા નિયમોમાં સુધારા માટે કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-03-23 11:25:39
  • Views : 301
  • Modified Date : 2021-03-23 11:25:39

રાજ્યના ગૃહ વિભાગ દ્વારા પી.એસ.આઈ., એ.એસ.આઈ. અને પોલીસ કોન્સ્ટેબલની ભરતીના નવા નિયમો પ્રકાશિત કરવામાં આવ્યા છે.  જેની અંદર સુધારા કરવા માટે વિદ્યાર્થીઓ દ્વારા ગાંધીનગર કલેકટર ને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.
ભરતીના નવા  નિયમ મુજબ પોલીસ કોન્સ્ટેબલની ભરતીમાં શારીરિક કસોટીમાં કુલ ખાલી જગ્યાના માત્ર ૮ ગણા ઉમેદવારોને જ બીજા તબક્કાના લેખિત પરીક્ષા માટે બોલાવવામાં આવશે. જેથી ૨૦ મિનિટમાં દોડ પૂરી કરનાર ઉમેદવાર વધુ માર્ક સાથે અગ્રીમ હરોળમાં આવી જાય જ્યારે નિયમ મુજબ ૨૫ મિનિટમાં દોડ પૂરી કરનાર ઉમેદવારની બાદબાકી થઇ જાય છે. વિદ્યાર્થીઓ દ્વારા
પોલીસ વિભાગની ભરતીના અંતર્ગત ભરતી માટે દોડમાંથી ૧૫ ગણા ઉમેદવારોને જ બીજા તબક્કાની પ્રાથમિક લેખિત કસોટી માટે પાસ કરવાની મર્યાદાને રદ કરવામાં આવે અને પોલીસ કોન્સ્ટેબલની ભરતી માટે દોડમાંથી જે આઠ ગણા ઉમેદવારોને જ બીજા તબક્કાની લેખિત કસોટી માટે કરવાની મર્યાદાને પણ રદ કરવામાં આવે તેવી ઉગ્ર રજૂઆત સાથે ગાંધીનગર કલેકટરને આવેદનપત્ર
પાઠવવામાં આવ્યું હતું.

Download Our B K News Today App



Related News