સરકાર દ્વારા સહાયની માગણી ન સંતોષાતા બનાસકાંઠા જિલ્લાના ગૌ શાળા સંચાલકો આકરા પાણીએ ઃ કલેકટર કચેરીએ ધરણાં

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-09-08 12:04:00
  • Views : 390
  • Modified Date : 2020-09-08 12:04:00

બનાસકાંઠા જિલ્લામાં ગૌશાળા અને પાંજરાપોળનું આંદોલન યથાવત છે. વારંવાર રજૂઆત છતાં પરિણામ ન મળતા સોમવારે ગૌશાળા અને પાંજરાપોળ લના સંચાલકો જિલ્લા કલેકટરની ઓફિસ આગળ ધરણા પર બેઠા છે.
રાજ્યમાં સૌથી વધુ ગૌશાળા અને પાંજરાપોળ બનાસકાંઠા જિલ્લામાં ૧૫૪ આવેલી છે. જેમાં ૭૦ હજારથી પણ વધુ પશુઓ નિર્વાહ કરે છે. કોરોના મહામારી બાદ ગૌશાળા અને પાંજરાપોળમાં આવતા દાનની આવક ઘટી છે. તેના કારણે ગૌશાળાનું સંચાલન કરવું અઘરું બન્યું છે. છેલ્લા કેટલાય સમયથી ગૌ શાળાના સંચાલકો સરકાર પાસે સહાયની માંગ કરી રહ્યા છે. પરંતુ સરકાર ગૌશાળા અને પાંજરાપોળ સંચાલકોની માંગને ગંભીરતાથી નથી લેતા. અગાઉ પણ સી.આર.પાટીલના કાર્યક્રમ પહેલા તો શાળાના સંચાલકોએ સરકાર વિરોધી બેનરો લગાડી સરકારને અવાજ પહોંચાડવા માટેનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ તેમ છતાં પણ
પરિણામ મળ્યું નથી. ગૌશાળા અને પાંજરાપોળના સંચાલકો સોમવારે ધરણા પર બેઠા છે.  તેમની માગણી છે કે, સરકાર કોરોના મહામારીની કપરી
પરિસ્થિતિમાં અબોલ જીવોને સહાય કરે અને તેમની મુશ્કેલી દૂર કરે.
બનાસકાંઠા જિલ્લા
પાંજરાપોળ અને ગૌશાળાના સંચાલકો દ્વારા છેલ્લા ઘણા સમયથી સરકાર પાસે ગાયોનું નિરવા ચલાવવા માટે સહાયની માગણી કરવામાં આવી છે. કોરોનાવાયરસની મહામારીમાં બહારથી આવતું દાન પણ હાલમાં બંધ થઈ જવા પામ્યું છે. જેના કારણે ૭૦ હજારથી પણ વધુ ગૌશાળામાં ગાયોનું નિર્માણ ચલાવું હાલ મુશ્કેલ બની છે. ઠપહેલા જ્યારે તમામ પ્રકારનો ઘાસચારો પૂરો હતો ત્યારે ગાયોનો મૃત્યુ ચારથી પાંચ હતો. પરંતુ હાલમાં જે રીતે ઘાસચારાની અછત પડી રહી છે. તેના કારણે હાલમાં રોજની ૨૫થી પણ વધુ ગાયો મૃત્યુ
પામી રહી છે. ત્યારે સરકાર તાત્કાલિક ધોરણે ગૌશાળા અને પાંજરાપોળમાં સહાયની ચુકવણી કરે તેવી માંગ સાથે જિલ્લામાં અત્યાર સુધી અનેક પ્રકારના આંદોલનોનો કરવામાં આવ્યા છે. બીજી તરફ ગુજરાત સરકાર ગાયોની સરકારના નામે વોટ મેળવી રહી છે. પરંતુ છેલ્લા ઘણા સમયથી ગાયોની હાલત જોતા સરકારે તાત્કાલિક સહાયની ચૂકવણી કરવી જોઈએ. ત્યારે જિલ્લાના તમામ ગૌ શાળાના સંચાલકો જિલ્લા કલેકટર કચેરી આગળ ધરણા યોજ્યા હતા. અને સરકાર તાત્કાલિક ધોરણે ગાયો દીઠ ૨૫ રૂપિયાની સહાયની ચુકવણી કરે તેવી માંગ કરી હતી.

Download Our B K News Today App



Related News