સિધ્ધપુર ન‹સગ કોલેજમાં હોબાળો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-11-19 12:17:25
  • Views : 437
  • Modified Date : 2019-11-19 12:17:25

સિધ્ધપુરમાં આવેલી ન‹સગ કોલેજમાં ગત રોજ વિદ્યાર્થીઓ રસ્તા પર આવી ગયા હતા. જમવાની કેન્ટીનના મામલે હોબાળો મચ્યો હતો.
પાટણ જિલ્લાના
સિધ્ધપુરમાં આવેલી સરકારી
ન‹સગ કોલેજમાં કેન્ટીનમાં જમવાને લઈ વિદ્યાર્થીઓનો હોબાળો જોવા મળ્યો હતો. કોલેજના પ્રિન્સિપલ દ્વારા જમવાની કેન્ટીનને મામલે
પોતાની મનમાનીના કારણે વિદ્યાર્થીઓને કેન્ટીનના વધુ
પૈસા ચૂકવવા પડે તેવો નિર્ણય લેવાયો હતો. જયારે વિદ્યાર્થીઓનો આક્ષેપ છે કે, પ્રિન્સિપાલ વારંવાર ધમકી
આપે છે જેને લઈ સિદ્ધપુરમાં ભારે ચકચાર મચી જવા પામી હતી. સિદ્ધપુરની સરકારી ર્નસિંગ કોલેજમાં સોમવારે સવારે કોલેજના નારાજ વિદ્યાર્થીઓ લેક્ચર છોડી રસ્તા પર આવી ગયા હતા અને કોલેજના પ્રિન્સિપાલના વિરોધમાં સુત્રોચાર કરી કોલેજના બહાર રસ્તા પર જ ધરણા પર બેઠા હતા. આ ઘટનાથી લોકોમાં ચકચાર મચી જવા પામી હતી. જયારે આ અંગે વિદ્યાર્થીઓ દ્વારા જણાવ્યું હતું કે, અમારી ન‹સગ કોલેજમાં પ્રિન્સિપાલ દ્વારા દાદાગીરી કરવામાં આવે છે.
આ સમગ્ર મામલો હતો વિદ્યાર્થીઓના કેન્ટીંગને લઈને, અહીં છેલ્લાં ૫ વર્ષથી એકજ કોન્ટ્રાક્ટર દ્વારા વિદ્યાર્થીઓને ભોજન પીરસાતું હતું. જેમાં વિદ્યાર્થીઓ સંતુષ્ટ છે. પરંતુ ભોજનાલયના કોન્ટ્રાક્ટર અને પ્રિન્સિપાલ વચ્ચે કોઈ કકળાટ થતા તેનો ભોગ વિદ્યાર્થીઓ બન્યા હતા.  જોકે આ ઘટનાને લઈ ન‹સગ કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા સિદ્ધપુર પ્રાંત અધિકારીને આવેદન આપી ન‹સગ કોલેજના પ્રિન્સિપાલને તાત્કાલિક દૂર કરવા જવણાવ્યું હતું. અને જો તેમ નહિ કરવામાં આવે તો આ
પ્રિન્સિપાલ દ્વારા અમારા ભાવિ પર અસર પહોંચાડવામાં આવશે. જેથી અમોને ન્યાય આપવામાં આવે તેવી માંગ કરી હતી.


Download Our B K News Today App



Related News