બનાસકાંઠાના કોરોના પોઝીટીવ દર્દીઓ પર કલેકટરની સીધી નજર

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-05-29 12:05:53
  • Views : 982
  • Modified Date : 2020-05-29 12:05:53

વૈશ્વિક મહામારી કોરોના વાયરસનો સામાના માટે સરકારની સુચના પ્રમાણે બનાસકાંઠા જિલ્લા વહીવટીતંત્ર રાતદિવસ અથાક પ્રયાસો કરી રહ્યુ છે. બનાસકાંઠા જિલ્લા કલેકટર સંદીપ સાગલે કોરોનાના મુકાબલા માટે આરોગ્ય વિભાગ સહિતના અધિકારીઓને સતત માર્ગદર્શન અને સુચનાઓ આપી
પળેપળની માહિતીથી અપડેટ રહે છે. બનાસ મેડીકલ કોલેજ સંચાલિત સિવિલ હોસ્પિટલ
પાલનપુર અને ડીસા ગાંધીલિંકન ભણશાળી કોવિડ હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા દર્દીઓ તથા જે કોરોના પોઝીટીવ દર્દીઓને હોમ આઇસોલેશન કરવામાં આવ્યા છે તે તમામ દર્દીઓ પર કલેકટર સીધી નજર રાખી રહ્યા છે.
 પાલનપુર કલેકટર કચેરી ખાતે તૈયાર કરાયેલ કમાન્ડ એન્ડ કંટ્રોલ-વોર રૂમથી કલેકટરશ્રી સંદીપ સાગલેએ હોમ આઇસોલેશન કરેલા ૮ જેટલા કોરોના પોઝીટીવ દર્દીઓ અને તેમની સારવાર કરી રહેલા ડોકટરો અને નર્સ સાથે વિડીયો કોલથી વાતચીત કરી દર્દીઓના ખબર અંતર પૂછ્યા હતા. તાજી ડીલીવરી થયેલ કોરોના
પોઝીટીવ માતાઓ સાથે કલેકટરે વાતચીત કરી તેમને
પોતાના નાના બાળકની કાળજી લેવા પણ ખાસ જણાવ્યું હતું. કોરોના પોઝીટીવ દર્દીઓને સારવાર આપી રહેલા આરોગ્ય સ્ટાફ ગીતાબેન- એદ્રાણા તા.વડગામ, પરેશભાઇ-
પાલડી તા. વડગામ, રમેશભાઇ- એદ્રાણા તા.વડગામ, હાર્દિકભાઇ- ધારેવાડા તા.વડગામ,
પીનાબેન- માનપુર તા.વડગામ, રીતુબેન-રૂપાલ તા.વડગામ, વૈભવભાઇ-
 છાપી તા.વડગામ, કંકુબેન- છાપી તા.વડગામવાળા સાથે કલેકટરે વાતચીત કરી
સ્માર્ટફોનવાળા લોકોને આરોગ્ય સેતુ એપ ડાઉનલોડ કરાવવા
પણ જણાવ્યું હતું. તેમણે કોરોના પોઝીટીવ દર્દીઓના નિયમિત હેલ્થ ચેકઅપ અને સારસંભાળ રાખવા સાથે કન્ટેઇનમેન્ટ ઝોનમાં સમાવિષ્ટી વિસ્તારમાં
પણ સઘન કામગીરી કરવા જણાવ્યું હતું. કલેકટરે જણાવ્યું કે જિલ્લામાં ૧,૮૦,૦૦૦ થી વધુ લોકો ૬૦ વર્ષથી ઉપરની ઉંમરના છે. આ સિવાય એચ.આઇ.વી.પોઝીટીવ, હાઇપરટેન્શન, ટી.બી., ડાયબીટીસ જેવી ગંભીર બીમારી ધરાવતા અને હાઇરીસ્ક ગ્રુપ આવતા લોકોનું ખાસ ફોલોઅપ નિયમિત લેવામાં આવે તે જરૂરી છે.

Download Our B K News Today App



Related News