બનાસકાંઠામાં કોરોના સામે જિલ્લા કલેકટર ફાંફે ચડયા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-05-09 11:54:18
  • Views : 3286
  • Modified Date : 2020-05-09 11:54:18

ડીસાના તમામ   અધિકારીઓને એસ.સી.ડબલ્યુ હાઈસ્કૂલના ક્વોરોન્ટાઈન સેન્ટર ઉપર
સુવિધા વિશે પૂછતા કોઈની પાસે કોઈપણ પ્રકારની લેખિત ગાઈડલાઈન જાવા મળતી નથી. આ બાબતે બી.કે.ન્યૂઝે જિલ્લાના કલેકટરથી લઈ આરોગ્ય અધિકારીઓ તેમજ ડીસાના તમામ અધિકારીઓ સાથે એસ.સી.ડબલ્યુ. ખાતે બહારથી આવેલ પરિવારોને ક્વોરોન્ટાઈન તો કરવામાં આવ્યા પરંતુ કોઈ જ સુવિધા આપવામાં આવી ન હતી. આ બાબતે ડીસા નગરપાલિકાના ચીફ ઓફિસરે જણાવ્યું કે મૌખિક સુચનાના આધારે તેમને ક્વોરોન્ટાઈન કર્યા છે પરંતુ તેમને સુવિધા આપવાનું કામ જેતે પરિવારના સભ્યો કરશે. ડીસા તાલુકાના માલગઢ ગામે આવી જ રીતે ૪૦ થી વધુ લોકોને ક્વોરોન્ટાઈન કર્યા હતા. તેમને ગામવાળાઓએ
જમવાનું અને અન્ય સગવડો આપવાનું શરૂ કર્યુ હતું. પરંતુ સવારે સ્થળ ઉપર અધિકારી પહોંચી બધાની ખાતરી માંગી કે તમે લોકો હોમ ક્વોરોન્ટાઈન રહેશો એમ કહી તમામને જવા દીધા. આમ ડીસા ખાતે બહારથી આવતા લોકોને ક્વોરોન્ટાઈન કરવાના અવનવા તુક્કા અજમાવવામાં આવે છે. દરેક અધિકારીને આ બાબતે પુછતા કલેકટરે મૌખિક સુચના આપી છે. માની લો કે મૌખિક સુચનાની આધારે આવી કાર્યવાહી કરવામાં આવે છે અને ક્વોરોન્ટાઈન કરેલા લોકો પૈકી કોઈ વ્યÂક્તને ડાયાબીટીશ હોય, બલ્ડ પ્રેશર હોય, અથવા તો નાની-મોટી અજાણી બીમારી હોય અને ક્વોરોન્ટાઈન સેન્ટર ઉપર
જ ગુજરી જાય તો જવાબદારી કોણે લેશે ? મૌખિક સુચનાના આધારે થતા વહીવટના જાખમો તંત્ર જાણતુ નથી. ડીસાના એસ.સી.ડબલ્યુ. ખાતે ૮ થી વધુ લોકો ક્વોરોન્ટાઈન કરેલા છે. ગઈકાલ બપોર પછી તેમણે કોઈ પ્રકારની તબીબી
ચેકઅપ કરવામાં આવેલ નથી. પ્રથમ દિવસે જમવાનું પણ રાત્રે ઘણીબધી
રજૂઆતના અંતે સુવિધા થયેલ. આ પરિવારો પૈકી એક પરિવારને નાનુ બાળક છે જેને દૂધની જરૂર હોય છે તેની પણ વ્યવસ્થા કરાયેલ નથી. ડીસા ચીફ ઓફિસરનું કહેવુ છે કે આ લોકોને સુવિધા એમના પરિવારે કરવાની છે. જ્યારે ડીસા શહેરને સંપૂર્ણ રીતે લોકડાઉન કરવામાં આવ્યુ છે તેવા સમયે આ લોકોના પરિવારો આ લોકો માટે સવારના ચા-નાસ્તો, બપોરનું જમવાનું, સાંજનો ચા-નાસ્તો, રાતનું જમવાનું, નહાવાની સગવડ તેમજ દિનચર્યાની તમામ સગવડ કેવી રીતે આપી શકે. બહારથી આવેલા લોકો મોટાભાગે સંક્રમિત હોવાની થીયરીના આધારે આ લાકોને ક્વોરોન્ટાઈન કરવામાં આવ્યા છે. તો આ લાકો એક જગ્યાએ રહેશે તો તેમાનો એક સુપર સ્પ્રેડર બની આ તમામને સંક્રમિત કરી શકે તેવી સંભાવના છે. અને જા આ લોકોના પરિવાર વાળા અહીંયા સગવડ માટે અવર-જવર કરે તો તેમનું પણ સુપર સ્પ્રેડર બનવાની શકયતા નકારી શકાતી નથી.
હોમક્વોરોન્ટાઈન પણ જા જે રીતે કરાય છે તેમાં પણ ઘણીબધી ખામીઓ છે. માત્ર ઘર આગળ લાલ કાગળ મારી તંત્ર સંતોષ માની છે. પરંતુ ત્યાં નિયમીત રીતે કોઈ જ ચેકઅપ થતું નથી. સરકાર પાસે આશા વર્કરો છે, હેલ્થ વર્કરો છે, ડોકટરો છે, નગરપાલિકાનો સ્ટાફ છે. તે જ રીતે ગામડે ગામડે એક યોગ્ય વ્યવસ્થાઓ રૂપે તમામ સ્તરે કર્મચારીઓ છે. હોમક્વોરોન્ટાઈન કરેલા લોકોને આશા વર્કર દ્વારા અથવા હેલ્થ વર્કર દ્વારા હોમક્વોરોન્ટાઈન કરેલાઓનું નિયત સમયે ચેકઅપ થવું જાઈએ. હોમક્વોરોન્ટાઈન થયેલા લોકોની યાદી જે તે વિસ્તારના પોલીસ મથકે આપવી જાઈએ. જેથી કરી આ લોકોના ત્યાં સવાર-સાંજ પોલીસ એક રાઉન્ડ મારે જેથી હોમક્વોરોન્ટાઈન કરેલ લોકો બહાર નીકળતા અટકી શકે. પરંતુ બનાસકાંઠામાં તો તમામ અધિકારીઓ કોરોનાના વધતા કેસોને લઈને ચિંતાની સાથે કામકરી રહ્યા છે પરંતુ અફરા-તફરીની જેમ મૌખિક સુચનોના આધારે જિલ્લાના તમામ કર્મચારીઓ જાખમ ઉઠાવી રહ્યા છે. ડીસા શહેરના નેમીનાથ નગરમાં આવી જ રીતે ડીસા નગરપાલિકાના ચીફ ઓફિસર, ઉત્તર
શહેરના પોલીસ ઈન્સ્પેકટર અને નગરપાલિકાનો સ્ટાફ બહારથી આવેલા લોકોને ક્વોરોન્ટાઈન સેન્ટર પર લઈ જવા માટે ગયા ત્યારે સ્થળ ઉપર જબરજસ્ત સંઘર્ષ થયો. અંતે ઉત્તર પોલીસના પોલીસ ઈન્સ્પેકટર ચૌહાણની સામે થયેલ એક યુવાનને પકડી પોલીસ સ્ટેશન લાવવો પડયો અને સ્થળ પર તંત્રએ પતાવટથી કામ લેવું પડયું. માની લો કો આ સંઘર્ષ મોટો થયો હોત તો ? કોણ કોને જવાબદાર ગણાત. શું નગરપાલિકાના ચીફ ઓફિસર મૌખિક સુચનાથી ત્યાં ગયા તેમની જવાબદારી ગણાય કે તેમની સુચનાના આધારે તેમની સાથે ગયેલ પોલીસની જવાબદારી થાત. અથવા ઓફિસમાં બેઠા બેઠા મૌખિક સુચનાથી કામ ચલાવતા ઉપલા અધિકારીની થાત.
હોમક્વોરોન્ટાઈનની જગ્યાએ ક્વોરોન્ટાઈન સેન્ટર પર બહારથી આવતા લોકોને રાખવા હોય તો આ સેન્ટરો ઉપર રહેવા ઉપરાંત તમામ સગવડો તેમજ તબીબી સેવાઓ અને પોલીસને સુરક્ષા કવચ આપવું પડે. જા આવા સેન્ટર ઉપર અંદરો અંદર વિખવાદ થાય, ઝગડો થાય અથવા કોઈને અચાનક તબીયત બગડે. આવા અનેક કારણોથી કોઈનું સેન્ટર પર મોત થાય તો મૌખિક સુચના આપતા અધિકારીઓ કોને પકડશે.
તંત્ર પાસે પુરતો સ્ટાફ છે. કલેકટર પાસે રાજ્ય સરકારની અને કેન્દ્ર સરકારની લેખિત ગાઈડલાઈન છે. આ ઉપરાંત તેમને પણ જિલ્લા પુરતા નવા નિયમો બનાવવાની સત્તા છે. તો પછી મૌખિક વહીવટ કે સુચનાઓ કેટલી વ્યાજબી.

Download Our B K News Today App



Related News