ડીસાના કાંટ ગામે તળાવ કૌભાંડ ઃ કલેક્ટરે તપાસનો કર્યો આદેશ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-03-22 10:50:10
  • Views : 2854
  • Modified Date : 2021-03-22 10:50:10

બનાસકાંઠાના કાંટ ગામમાં બિલ્ડરોએ તળાવની જમીન
પચાવી પાડી હોવાની ફરિયાદ ગામના જાગૃત નાગરિકે કરી છે. બિલ્ડરોએ પોતાની જમીનમાંથી તળાવ અન્ય જગ્યાએ પોતાની જમીન રોડ ટચ કરવાનો પેતરો રચ્યો છે. જાેકે આ ફરિયાદ તદ્દન ખોટી હોવાનું ખેતર માલિક અને બિલ્ડરે જણાવ્યું હતું.
ડીસા તાલુકાના  કાંટ ગામે રહેતા બાબુભાઈ માળી સહિત તેમના ભાગીદારોએ કાંટ પાસે હાઈવે પર ૭૨ વીઘા જમીન ખરીદી હતી. જાેકે આ ૭૨ વીઘા જમીન રોડ પર આવેલી છે પરંતુ રોડ ટચ જમીનમાં તળાવ હતું અને બાબુભાઈએ આ જમીન લીધા બાદ આ તળાવને બુરી દઈ અન્ય જગ્યાએ તળાવ બનાવી દીધું હોવાની ફરિયાદ ગ્રામ પંચાયતના સભ્ય નવીનભાઈ પરમારે કરી છે. નવીનભાઈએ ફરિયાદમાં કહ્યું છે કે જે સર્વે નંબર ૨૩૫ માં તળાવ હતું તે સર્વે નંબરમાંથી બદલી અન્ય જગ્યાએ તળાવ બનાવવામાં આવ્યું છે અને આ કરવાનું કારણ બિલ્ડરોને તેમની જમીન રોડ ટચની થઈ જાય તો વધુ સારા ભાવ મળે તે માટેનું આ ષડયંત્ર છે .  કાંટ ગામના ફરિયાદી નવીનભાઈ પરમારનું માનીએ તો આ જમીનમાં મોટું કૌભાંડ આચરાયું છે પરંતુ આ જમીન ખરીદનાર બાબુભાઇ માળી આ તમામ આક્ષેપોને
પાયાવિહોણા ગણાવ્યા છે અને તેઓએ જમીન લીધા બાદ પોતે જ કલેકટર કચેરી અને ડીએલઆર કચેરીમાં લેખિત રજૂઆત કરી હતી કે તેમની જમીન કેટલી છે તેની માપણી કરી આપે અને આ જમીનની માપણી કર્યા બાદ જ તેમણે ફેનસિંગ કરાવી છે. સાથે સાથે અહીં આવેલા તળાવના વિકાસમાં પણ તેઓએ લાખો રૂપિયાનો ખર્ચ કર્યો છે. પરંતુ ગામના કેટલાક વિધ્નસંતોષી
પૈસા પડાવવા માટે તેમની વિરુદ્ધ ખોટી રજૂઆતો કરતાં હોવાનું જણાવ્યું હતું. આ જમીન મામલે બનાસકાંઠા જિલ્લા કલેક્ટર આનંદ પટેલે પણ જણાવ્યું હતું કે આ જમીન પર જાે કોઈ ગેરકાયદેસર દબાણ કરવામાં આવ્યું હશે તેની તપાસ કરી તમામ લોકો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. એક તરફ કામના ફરિયાદી આ જમીન ખોટી રીતે દબાવી હોવાનું જણાવી રહ્યા છે તો બીજી તરફ માલિક
પણ પોતે સત્ય છે તેવું જણાવી રહ્યા છે પરંતુ સત્ય શુ છે તે તો તપાસ બાદ જ જાણવા મળશે.

Download Our B K News Today App



Related News