પાલનપુરમાં રેલવે બ્રીજ દબાણકારો દ્વારા કલેકટરને રજૂઆત

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-10-18 11:21:01
  • Views : 409
  • Modified Date : 2019-10-18 11:21:01

પાલનપુર ખાતે માનસરોવર નજીક આવેલા રેલવે ફાટક ઉપર ઓવરબ્રીજ બનાવવામાં આવી રહ્યો છે. જેની બાજુમાં આવેલા દબાણો દૂર કરવામાં આવનાર છે. આ મુદ્દે રહિશોએ ગુરૂવારે જિલ્લા કલેકટરને રજૂઆત કરી હતી.
પાલનપુર ખાતે માનસરોવર નજીક આવેલા રેલવે ફાટકે ઓવરબ્રીજ ન હોવાથી ટ્રાફિકની સમસ્યા સર્જાતી હતી. આ અંગે શહેરીજનોની વારંવારની માંગણી બાદ છેલ્લા એકાદ વર્ષથી ઓવરબ્રીજનું કામ નિર્માણાધીન છે. જોકે, આ બ્રીજની બાજુમાં દબાણમાં કેટલાક લોકોએ મકાન બનાવી દીધા છે. આ દબાણો દૂર કરવા માટે તંત્ર દ્વારા કાર્યવાહી આરંભવામાં આવનારી છે. ત્યારે ગુરૂવારે દબાણકર્તા રહિશોએ જિલ્લા કલેકટરને રજૂઆત કરી હતી. અને રહેવા માટે વ્યવસ્થા કરી આપવા જણાવ્યું હતુ.

Download Our B K News Today App



Related News