યુનિવર્સિટીની જુનિયર ક્લાર્કની પરીક્ષા રદ કરવા ચીટનીશ ટુ કલેકટરને આવેદનપત્ર આપ્યું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-11-06 10:57:48
  • Views : 409
  • Modified Date : 2019-11-06 10:57:48

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણ દ્વારા રવિવારના રોજ લેવામાં આવેલી જુનિયર ક્લાર્કની
પરીક્ષામાં કેટલાંક સત્તાધીશોના મળતિયા ઉમેદવારોને પાસ કરવા માટે આન્સરશીટ કોરી રાખવામાં આવી હોવાના આક્ષેપો સાથે સોમવારના રોજ કેટલાંક પરીક્ષાર્થીઓ દ્વારા ચીટનીશ ટુ કલેકટરને આવેદનપત્ર આપી આ બાબતને યોગ્ય તપાસ કરવા માટેની માંગ કરી હતી.
યુનિવર્સિટી દ્વારા ગતરોજ યુનિવર્સિટી કેમ્પસ ખાતે જુનિયર કલાર્ક ટાઇપીસ્ટ અને
પી એ  ટુ રજિસ્ટારની મળી કુલ ૨૫ જગ્યાઓની ભરતી માટે લેખિત પરીક્ષા યોજવામાં આવી હતી. જેમાં કુલ ૧૬૦૦ ઉમેદવારોમાંથી ૧૦૦૩ ત્રણ ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. ત્યારે આ પરીક્ષામાં જુનિયર ક્લાર્કની પરીક્ષા આપી રહેલા કેટલાંક ઉમેદવારો યુનિવર્સિટીના સત્તાધીશોના સગા વ્હાલા હોય ૧૧ જેટલા ઉમેદવારોએ લેખિત પરીક્ષામાં આપવામાં આવેલી આન્સરસીટમાં એક પણ જવાબ લખ્યો હતો અને આખી આન્સરસીટ ખુલ્લી રાખવામાં આવી હોવાના કેટલાંક
પરીક્ષાર્થીઓ દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા હતા. કેટલાંક પરીક્ષાર્થીઓએ કલેકટર કચેરી ખાતે આવી યુનિવર્સિટી દ્વારા લેવામાં આવેલી જુનિયર ક્લાર્કની પરીક્ષામાં ગેરરીતિ થઈ હોવાના આક્ષેપો સાથે સુત્રોચ્ચાર કરી જુનિયર ક્લાર્કની પરીક્ષા રદ કરી ફરીથી લેવા માટેની માંગ સાથે ચીટનીશ ટુ કલેકટરને આવેદનપત્ર આપ્યું હતું અને આ બાબતે યોગ્ય તપાસ કરવા રજૂઆત કરી હતી.

Download Our B K News Today App



Related News