અમદાવાદમાં સીઝનની સૌથી વધુ ઠંડી.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-12-18 16:09:55
  • Views : 114
  • Modified Date : 2023-12-18 16:09:55

ગુજરાતમાં શિયાળો જામ્યો છે.ગુલાબી ઠંડીએ હવે કાતિલ ઠંડીનું સ્વરુપ ધારણ કરી લીધુ છે. અમદાવાદ સહિત રાજ્યભરમાં ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યુ છે. અમદાવાદમાં સિઝનનું અત્યાર સુધીનું સૌથી ઓછું તાપમાન નોંધાયું છે. એક જ દિવસમાં તાપમાનનો પારો 5.7 ડિગ્રી સુધી ગગડી ગયો છે.હવામાન વિભાગે ઠંડીને લઈને મોટી આગાહી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આગામી પાંચ દિવસ સુધી વાતાવરણ સૂકું રહેશે. જે મુજબ ગુજરાતમાં કાતિલ ઠંડીનો અનુભવ થઇ રહ્યો છે.અમદાવાદમાં સિઝનનું અત્યાર સુધીનું સૌથી ઓછું 13.3 ડિગ્રી તાપમાન નોંધાયું છે. હવે એક સપ્તાહ સુધી અમદાવાદમાં 13-14 ડિગ્રી તાપમાન રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. હાઈપ્રેસર સિસ્ટમ બગડવાની સાથે ઠંડા પવન ફૂંકાવાના શરૂ થયા છે. બે દિવસ અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ જોવા મળશે.કેટલીક જગ્યા પર વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. ઠંડીની લઈને હવામાન વિભાગે કહ્યું છે કે, આગામી બે દિવસ સુધી તાપમાન યથાવત રહેશે અને ત્યારબાદ એક થી બે ડીગ્રી તાપમાન વધશે. ચાર દિવસ બાદ તાપમાનમાં ઘટાડો થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગના કહેવા પ્રમાણે મહિનાના અંતમાં વધુ ઠંડીનો અહેસાસ થશે.

Download Our B K News Today App



Related News