રાજ્યભરમાં નવા વર્ષની શરુઆતમાં જ ઠંડીમાં વધારો થાય તેવી સંભાવના.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2024-01-01 09:21:57
  • Views : 92
  • Modified Date : 2024-01-01 09:21:57

હવામાન વિભાગની આગાહી અનુસાર આજે સોમવારે રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહે તેવી સંભાવના છે. તો અમદાવાદ, અરવલ્લી, ગાંધીનગર, સાબરકાંઠા સહિતના જિલ્લાઓમાં 16 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી સંભાવના છે. તો અમરેલી, ભરુચ, બોટાદ, દેવભૂમિ દ્વારકા, જામનગર,જુનાગઢ, નર્મદા સહિતના જિલ્લાઓમાં 18 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી સંભાવના છે.તેમજ આણંદ, દાહોદ, ખેડા, મહીસાગર, મોરબી, પંચમહાલ, રાજકોટ, સુરેન્દ્રનગર સહિતના જિલ્લાઓમાં 17 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી સંભાવના છે. તો વડોદરા, વલસાડ સહિતના જિલ્લાઓમાં 21 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી સંભાવના છે.હવામાન વિભાગની આગાહી અનુસાર અમદાવાદ,આણંદ, ભાવનગર, દેવભૂમિ દ્વારકા,ખેડા, પંચમહાલ, વડોદરા સહિતના જિલ્લાઓમાં 30 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના છે. તો ગીર સોમનાથ, મોરબી, નર્મદા, પોરબંદર, સુરત, સુરેન્દ્રનગર, વલસાડ સહિતના જિલ્લાઓમાં 31 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના છે. તો અરવલ્લી, દાહોદ, ગાંધીનગર, મહીસાગર, મહેસાણા,પાટણ સહિતના જિલ્લાઓમાં 29 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના છે.

Download Our B K News Today App



Related News