ઠંડીમાં ઘટાડો નોધાતા વાદળા છવાયા નલીયામાં તાપમાન ૮.૮ ડિગ્રી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-02-11 18:18:43
  • Views : 412
  • Modified Date : 2020-02-11 18:18:43

રાજકોટ સહિત સૌરાષ્ટ્ર - કચ્છમાં આજે પણ ઠંડીમાં ઘટાડો નોંધાયો છે.સવારથી આછા વાદળા છવાઇ ગયા છે અને કચ્છના નલીયાનું લઘુત્તમ તાપમાન ૮.૮ ડિગ્રી, ગિરનાર પર્વત ૧૨.૦, ભુજ ૧૩.૪, કંડલા એરપોર્ટ ૧૩.૫, જામનગર ૧૬.૦, રાજકોટ ૧૬.૩, જુનાગઢમાં લઘુત્તમ તાપમાન ૧૭.૦ ડિગ્રી નોંધાયું છે.જામનગર જામનગર,૨૭ મહત્તમ, ૧૬ લઘુત્તમ, ૬૨ ટકા વાતાવરણમાં ભેજનું પ્રમાણ, ૮.૮ પ્રતિ કલાક પવનની ગતિ રહી હતી. જૂનાગઢના સોરઠના તાપમાનમાં ધરખમ વધારો થતાં ઠંડીમાં ૪ ડિગ્રીનો ઘટાડો થયો છે. ગઇકાલે સપ્તાહના પ્રથમ દિવસે જુનાગઢનું લઘુત્તમ તાપમાન ૧૨.૯ ડિગ્રી રહ્યા બાદ આજે સવારે પારો ઉપર ચડીને ૧૭ ડિગ્રીએ સ્થિર થયો હતો. જેના પરિણામે ઠંડીનું પ્રમાણ નહિવત થઇ ગયું હતું. જૂનાગઢના ગિરનાર ખાતે આજનું તાપમાન ૧૨ ડિગ્રી રહેતા પ્રવાસીઓને ઠંડીમાં રાહત મળી છે. ચાર ડિગ્રી તાપમાન વધવા છતાં સવારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૬૫ ટકા રહ્યું હતું અને પવનની પ્રતિ કલાકની ઝડપ ૩.૩ કિમીની રહી હતી

Download Our B K News Today App



Related News