ગાંધીનગર એલ.સી.બી.-૧ એ જિલ્લામાં બે બોગસ કોલ સેન્ટરનો પર્દાફાશ કર્યો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-12-25 11:40:31
  • Views : 384
  • Modified Date : 2020-12-25 11:40:31

ગાંધીનગર જિલ્લામાં અડાલજ ઇન્ફોસિટી જેવા વિસ્તારોમાં બોગસ કોલ સેન્ટરનો ધમધમતો વેપાર ચાલે છે. ગાંધીનગર એલ.સી.બી -૧ દ્વારા કુલ બે બોગસ કોલ સેન્ટરનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. પોલીસ ઇન્સ્પેક્ટર જે.જી વાઘેલાના માર્ગદર્શન હેઠળ ગતરોજ એલ.સી.બી ૧ના પોલીસ ઇન્સ્પેક્ટર વિ.કે રાઠોડ, એ.એસ.આઈ રણજીતસિંહ અને સરદારસિંહ ધર્મેન્દ્રસિંહની પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે અલગ-અલગ જગ્યાઓએથી ગેરકાયદેસર રીતે ચાલતા કોલ સેન્ટરો પકડી
પાડવામાં આવ્યા હતા.
ગાંધીનગરના અડાલજ ખાતે આવેલ દેવનંદન
પરિસરના ફ્લેટ નંબર ૧૦૪ તથા પાર્શ્વનાથ હોમ્સના મકાન નં ૪૦માં વિદેશી નાગરિકોને લોન બાબતે લોભામણી સ્કીમ ઓફ આપવામાં આવતી હતી. "પેય ડે" નામનું ઇન્ટરનેશનલ ગેરકાયદેસર રીતે કોલ સેન્ટર ચાલતું હતું. આ કોલ સેન્ટર ચલાવતા થતા કોલ ગર્લ સર્વિસ પૂરી પાડવાની લોભામણી વાતચીત ચેટ મારફતે સાથે છેતરપિંડી કરતા ઈસમોને પકડી લેપટોપ, મોબાઈલ તેમજ અન્ય ઈલેક્ટ્રીક ઉપકરણો કબજે કરી કુલ બે કોલ સેન્ટરનો પર્દાફાશ કર્યો હતો.
અડાલજ ખાતે આવેલ દેવનંદન પરિસર ફ્લેટમાંથી હિમાંશુ કુમાર રમણભાઈ પટેલ જેમની ઉંમર ૩૩ વર્ષ છે તેમજ મિલન ભરતભાઈ પટેલ જેમની ઉંમર ૩૧ વર્ષ છે જે હાલ વંદે માતરમ હોમ્સ ન્યુ ગોતા રાણીપ અમદાવાદ મૂળ રહે ઉવારસદ ગાંધીનગરને જે ગેરકાયદેસર કોલસેન્ટર ચલાવતા હતા. ગ્રાહકોને પોતે અમેરિકાની
સ્પીડી કેશ સર્વિસ લોન કંપની નામની લોન આપનાર કંપની તરીકેની ઓળખ આપી લોન આપવાનું કહી અમેરિકન નાગરિકોને સેકન્ડ લાઇન એપ્લિકેશન સોફ્ટવેર મારફતે અમેરિકાનો નંબર ડિસ્પ્લે કરી કોલ કરી લોન આપવાના બહાને પેડ પ્રોસેસ કરી ઈન્ટરનેટ માઘ્યમથીના નામે ગેરકાયદેસર કોલસેન્ટર ધમધમાવતા હતા. એલ.સી.બી ૧એ ફૂલ રૂપિયા ૬૦,૫૦૦નો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે.

Download Our B K News Today App



Related News