કોલસા કૌભાંડ : 6 હજાર કરોડના કોલસા કૌભાંડમાં વધુ તપાસ કરવા મામલે ગુજરાત સરકારનો મોટો નિર્ણય, જાણો કોને તપાસ સોંપાઇ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-05-11 11:08:36
  • Views : 713
  • Modified Date : 2022-05-11 11:08:36

કોલસા કૌભાંડ :  6 હજાર કરોડના કોલસા કૌભાંડમાં વધુ તપાસ કરવા મામલે ગુજરાત સરકારનો મોટો નિર્ણય, જાણો કોને તપાસ સોંપાઇ

કોલસા કૌભાંડ મામલે ખાતાકીય તપાસ બાદ વધુ તપાસ કરવા મામલે રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. સરકારે ગુજરાતના 6 હજાર કરોડના કોલસા કૌભાંડની તપાસ CIDને સોંપી છે. આ મામલે અધિકારીઓ અને નેતાઓની સાઠગાંઠ અંગે તપાસ કરાશે. જેમાં સરકારમાં રહેલા લોકોની સંડોવણી સામે આવી શકે છે. સમગ્ર કૌભાંડમાં એક વરિષ્ઠ IAS અધિકારીની શંકાસ્પદ ભૂમિકાની ચર્ચા રહેલી છે.

 

કોલસાની ફાળવણી માટેની ખાનગી કંપનીઓને કરાઇ છે બ્લેકલિસ્ટ

કોલસાની ફાળવણી કરતી ઉદ્યોગ કમિશનર કચેરીની ભૂમિકાની પણ તપાસ થશે. તમને જણાવી દઇએ કે, કોલસાની ફાળવણી માટેની ખાનગી કંપનીઓને બ્લેકલિસ્ટ કરાઇ છે. કોલસાની ફાળવણીની કામગીરી GMDCને સોંપવામાં આવી છે.

6 હજાર કરોડના કોલસા કૌભાંડનો મામલો

6 હજાર કરોડના કોલસા કૌભાંડની તપાસ CIDને સોંપાઇ

ખાતાકીય તપાસ બાદ વધુ તપાસ કરવાનો સરકારનો નિર્ણય

અધિકારીઓ અને નેતાઓની સાઠગાંઠ અંગે તપાસ કરાશે

સમગ્ર કૌભાંડમાં એક વરિષ્ઠ IAS અધિકારીની શંકાસ્પદ ભૂમિકાની ચર્ચા

કોલસાની ફાળવણી કરતી ઉદ્યોગ કમિશનર કચેરીની ભૂમિકાની તપાસ થશે

કોલસાની ફાળવણી માટેની ખાનગી કંપનીઓને બ્લેકલિસ્ટ કરાઇ

કોલસાની ફાળવણીની કામગીરી GMDCને સોંપવામાં આવી

અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં 60 લાખ ટન કોલસાના ગેરકાયદે વેપારને લઇને થયેલાં રૂ.6000 કરોડના કૌભાંડના પર્દાફાશનો મુદ્દો દેશની સંસદમાં ઊઠ્યો હતો. દિલ્હીમાંથી રાજ્યસભામાં ચૂંટાયેલા AAPના સાંસદ નારાયણ દાસ ગુપ્તાએ પ્રશ્ન પૂછ્યો હતો. જેના જવાબમાં કેન્દ્રીય કોલસામંત્રીએ જણાવ્યું હતું કે, આ અંગે ગુજરાત સરકારને તપાસ કરવા જણાવાયું છે અને આ કિસ્સામાં ઉચ્ચ સ્તરીય તપાસ સોંપવા અંગે કેન્દ્ર સરકારની કોઇ વિચારણા નથી.

 

રાજ્યોને કોલસાનું વિતરણ કરવાની જવાબદારી રાજ્ય સરકારની: કોલસામંત્રી

કોલસા મંત્રીએ જણાવ્યું હતું કે ગુજરાત સરકારે 23 જૂન 2015ના રોજ નવી કોલસા વિતરણ નીતિ હેઠળ કોલસાના વિતરણ માટે ચાર રાજ્ય એજન્સીઓને નામાંકિત કરી હતી. જ્યારે પૂછવામાં આવ્યું કે શું સરકાર આ ઘટનાની તપાસ કરવા માટે ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરવાનું વિચારી રહી છે, ત્યારે કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે નવી કોલસા નીતિ, 2007, અન્ય બાબતોની સાથે, ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે રાજ્યને નિયુક્ત એજન્સી દ્વારા ફાળવવામાં કોલસાનું  ક્ષ્યાંકિત ગ્રાહકોને વિતરણ ન્યાયી અને પારદર્શક રીતે સુનિશ્ચિત કરવાની જવાબદારી રાજ્ય સરકારની છે.

 

Download Our B K News Today App



Related News