અમદાવાદમાં નમો સ્ટેડિયમમાં પ્રેક્ષકો વિના મેચના નિર્ણય પર જુઓ CM રૂપાણીએ શું કહ્યું, જય શાહનો માન્યો આભાર.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-03-16 11:19:32
  • Views : 422
  • Modified Date : 2021-03-16 11:19:32

    અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને કોરોનાના વધતા કેસને લઇને શહેરના 8 વોર્ડમાં રાત્રે 10 વાગ્યા પછી તમામ વેપાર-ધંધા બંધ કરવાનો આદેશ આપ્યો છે. તો બીજી તરફ અમદાવાદમાં કોરોનાનું સંક્રમણ વધતા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત-ઇંગ્લેન્ડ વચ્ચેની મેચ પ્રેક્ષકો વગર રમાશે. અગાઉથી ટિકીટ બુક કરાવનાર પ્રેક્ષકોને રીફંડ મળશે. કોરોનાને કારણે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પ્રેક્ષકો મેચ નહીં જોઇ શકે. GCA દ્વારા BCCI સાથે ચર્ચા વિચારણા બાદ આ નિર્ણય લેવાયો છે. મહત્વનું છે કે, અમદાવાદ 3 જેટલી ટી-20 મેચો રમાવાની બાકી છે. 16, 18 અને 20 માર્ચની ટી-20 મેચ પ્રેક્ષકો વગર રમાશે.

    T-20 મેચોમાં પ્રેક્ષકોના પ્રવેશ પર પ્રતિબંધનો નિર્ણય GCA દ્વારા કરવામાં આવ્યો છે. ત્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ટ્વિટ કરીને આ નિર્ણયને આવકાર્યો છે. CM રૂપાણીએ ટ્વિટ કરીને કહ્યું કે, GCA અને BCCIએ વિવેકપૂર્ણ નિર્ણય લીધો છે. આ નિર્ણય કોવિડ-19 સામેની આપણી લડાઈને મજબૂત બનાવશે. સાથે જ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જય શાહ અને GCAના અધિકારીઓનો પણ આભાર માન્યો છે.

    અમદાવાદ કોરોનાનું હોટસ્પોટ બની રહ્યું છે. અમદાવાદમાં કોરોનાના કેસો 200ને પાર નોંધાઇ રહ્યા છે. પ્રથમવાર શહેરમાં 530 કેસો એક્ટિવ છે. 24 ડિસે.બાદ એક જ દિવસમાં 205 કેસ નોંધાયા છે. વધુ 4 માઇક્રો કન્ટેનમેન્ટ ઝોનનો ઉમેરો થયો છે. પશ્ચિમ વિસ્તારમાં કોરોના કેસ વધી રહ્યાં છે.

    ગુજરાતમાં ફરી એકવાર કોરોનાએ માથુ ઉચક્યું છે. રાજ્યના મહાનગરોમાં માઠી દશા બેઠી હોય તેમ કોરોનાના કેસમાં ભારે ઉછાળો જોવા મળ્યો છે. વધતા કેસને પગલે રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા ફરી એકવાર 5 હજાર નજીક પહોંચી ગઈ છે. છેલ્લા એક દિવસની વાત કરીએ તો ગુજરાતમાં 890 પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં સૌથી વધુ સુરત અને અમદાવાદના છે. સુરતમાં એક દિવસમાં 262 પોઝિટિવ કેસ નોંધાયા છે. તો અમદાવાદમાં 209 કેસ નોંધાયા છે. આ તરફ રાજકોટમાં 95 અને વડોદરામાં 93 કેસ નોંધાયા છે. જ્યારે પાટનગર ગાંધીનગરમાં 18 કેસ, જામનગરમાં 14 કેસ, ભાવનગરમાં 12 કેસ અને જૂનાગઢમાં 9 કેસ નોંધાયા છે. વધતા કેસને પગલે તંત્ર પણ ચિંતિત છે. ફરી એકવાર મહાનગરોમાં રાત્રિ કર્ફ્યૂ લગાવવામાં આવે તેવી શક્યતા છે.

 

Download Our B K News Today App



Related News