ઉદ્ધવ ઠાકરે હાથ જોડીને બોલ્યાં, મને માફ કરી દેજો, જાણો મુખ્યમંત્રીએ કેમ માંગી માફી.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-03-26 15:35:43
  • Views : 558
  • Modified Date : 2021-03-26 15:35:43

    મુખ્યમંત્રી ઠાકરેએ મૃતકોના પરિજનો માટે 5 લાખની સહાયની પણ જાહેરાત કરી અને ભવિષ્યમાં આવી ઘટના ન બને તેની પણ તકેદારી રાખવાની વાત કરી. તેમણે કહ્યું કે હું તમને ખાતરી આપું છું કે જે કોઈનો પણ દોષ હશે તેમને સજા કરવામાંઆવશે. હું છેલ્લા એક વર્ષથી કોરોનાની સામે લડી રહ્યો છું. જ્યારે રાજ્યમાં મહામારી ત્રાટકી ત્યારે ખૂબ જ ઓછા બેડ અને વેન્ટિલેટર્સ હતા પરંતુ અમે અમારી લડત ચાલુ રાખી અને હંગામી હોસ્પિટલ ઊભી કરી દીધી. 

    ઘટનાસ્થળની મુલાકાત લીધા બાદ ઠાકરેએ પત્રકારોને જણાવ્યું કે લોકોને બચાવવામાં ફાયર ફાઈટર્સે મહત્વનું કામ કર્યું છે. જોકે વેન્ટિલેટર્સ પર રહેલા કેટલાક લોકોને બચાવી શકાયા નથી. હું તેમના પરિવારની માફી માગું છું. તેમણે કહ્યું કે પ્રાથમિક રિપોર્ટમાં આગ દુકાનમાં નહીં પણ હોસ્પિટલમાંથી શરુ થઈ હોવાનું કહેવાયું છે.

    મુંબઈના ભાંડુપમાં કોવિડ હોસ્પિટલમાં લાગેલી આગમાં મોતનો આંકડો 10 પર પહોંચી ગયો છે. એક મોલની અંદર આ હોસ્પિટલ ચલાવવામાં આવી રહી હતી જ્યાં મોડી રાત્રે આગ લાગવાની ઘટના થઈ હતી. મહારાષ્ટ્રના સ્થાનિક મીડિયા અહેવાલ અનુસાર મોતનો આંકડો હજુ પણ વધી શકે છે. હોસ્પિટલના જે હિસ્સામાં આગ લાગી હતી ત્યાં 12 કલાક બાદ પણ આગ પર કાબૂ મેળવી શકાયો નથી. નોંધનીય છે કે જે મોલમાં આગ લાગી છે તે વર્ષ 2009માં બનાવવામાં આવી હતી અને આ મોલમાં 1000 નાની દુકાનો તથા 2 હૉલ અને એક હોસ્પિટલ છે. કોરોના હોસ્પિટલ શરૂ કરવા માટે ગત વર્ષે જ શરતી મંજૂરી આપવામાં આવી હતી. 

 

Download Our B K News Today App



Related News