રાજકોટમાં કાલે CM રૂપાણીના હસ્તે આમ્રપાલી બ્રિજનું લોકાર્પણ, કાલાવડ રોડ પર બનેલી રહેલા ફ્લાયઓવર બ્રીજનું ખાતમૂહર્ત કરશે.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-01-20 11:58:30
  • Views : 280
  • Modified Date : 2021-01-20 11:58:30

    આવતીકાલે CM રૂપાણીના હસ્તે 489.50 કરોડના વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ કરાશે.આ સાથે જ મનપા દ્વારા નિર્માણ થયેલી જુદી જુદી આવાસ યોજનાઓમાં ખાલી રહેલા 56.58 કરોડના 416 આવાસોનું CMના હસ્તે કોમ્પ્યુટરાઈઝ ડ્રો કરાશે. તેમજ આમ્રપાલિ બ્રીજનું લોકાર્પણ કરવામાં આવશે. આ સાથે જ 4 ઓવરબ્રીજનું ખાતમૂહર્ત કરશે.કાલે CM રૂપાણી કાલાવડ રોડ પર કે.કે.વી.ચોક પર તથા જડૂસ ચોકમાં ફોર લેન (2+2) ફ્લાય ઓવર બ્રીજ રૂપિયા 158.05 કરોડના ખર્ચે બનાવવા માટેનું અને નાનામવા ચોક અને રામદેવપીર ચોકમાં ફોર લેન બ્રીજ (2 + 2) સ્પ્લીટ ફ્લાય ઓવર બ્રીજ રૂપિયા 82.34 કરોડના ખર્ચે બનાવવા માટેનું ખાતમુહૂર્ત કરશે.

    કાલાવડ રોડ ફ્લાય ઓવર બનાવવા માટે મંજૂરી આપવામાં આવી છે. આ ઓવરબ્રીજ કેકેવી ચોકથી જડુસ રેસ્ટોરન્ટ પાસે બનશે. જેના માટે 129.53 કરોડ રૂપિયા મંજૂર કરવામાં આવ્યાં છે. બ્રીજની લંબાઈ 1152.67 મીટર તથા પહોળાઈ 15.50 મીટર (ફોર લેન)સ બ્રીજનો સ્‍લોપ 1:30, બ્રીજની બંને તરફે 6.00 મીટર સર્વિસ રોડ ફુટપાથ સાથે બ્રીજ નીચે પાર્કિંગ, કાલાવડ રોડ ડોમીનોઝ પીઝાથી શરૂ થઈ ડબલ લેવલનો બ્રીજ હયાત કે.કે.વી. બ્રીજ ઉપરથી અંદાજીત 15 મીટર ઊંચાઈએ પસાર થઇ આત્‍મીય કોલેજ સામે સ્‍વિમીંગ પુલ પાસે પૂર્ણ થશે. બ્રીજના નિર્માણ માટે 24 મહિનાની સમય મર્યાદા આપવામાં આવી છે. આ બ્રિજનું નિર્માણ થતા પ્રતિ દિન આવન જાવન માટે અંદાજીત 30914 વાહન ચાલકોની (પેસેન્જર કાર યુનિટ)ને ફાયદો થશે. તથા પરિવહન સમય, ઇંધણ ખર્ચમાં ઘટાડો થશે તેમજ પ્રદૂષણમાં પણ નોંધપાત્ર ઘટાડો થશે.

    જડુસ રેસ્ટોરન્ટ પાસે બનનારા બ્રીજ માટે 28.52 કરોડ રૂપિયા મંજૂર કરવામાં આવ્યાં છે. બ્રીજની લંબાઇ 370.39 મીટર તથા પહોળાઇ 15.50 મીટર (ફોર લેન), બ્રીજનો સ્‍લોપ 1:30, બ્રીજની બંને તરફે 6.00 મીટર સર્વિસ રોડ ફુટપાથ સાથે બ્રીજ નીચે પાર્કિંગ થશે. બ્રીજની શરૂઆત કાલાવડ રોડ પર એ.જી.ચોકથી થઇ જડુશ ચોકથી આગળ મોટા મવા સ્મશાન બ્રિજ પહેલા પૂર્ણ થશે. બ્રીજના નિર્માણ માટે 24 મહિનાની સમય મર્યાદા અપાઈ છે. આ

    150 ફુટ રીંગ રોડ નાનામવા ચોક ખાતે બી.આર.ટી.એસ. કોરીડોર પર સ્પ્લીટ ફ્લાય ઓવર બ્રીજ બનશે. જે માટે 41.12 કરોડ મંજૂર કરવામાં આવ્યાં છે. બ્રીજની લંબાઇ 630.00 તથા પહોળાઇ 2*8.40 મીટર (બે લેન), બ્રીજનો સ્‍લોપ 1:30, બ્રીજની બંને તરફે 6.૦૦ મીટર સર્વિસ રોડ ફુટપાથ સાથે બ્રીજ નીચે પાર્કિંગ, બ્રીજની શરૂઆત ટવીન સ્‍ટાર બિલ્‍ડીંગથી શરૂઆત થઇ રીલાયન્‍સ મોલ પાસે પૂર્ણ થશે. બ્રીજનું નિર્માણ માટે 18માસની સમય મર્યાદા અપાઈ છે. આ બ્રિજનું નિર્માણ થતા પ્રતિ દિન આવન જાવન માટે અંદાજીત 61,376 વાહન ચાલકોની (પેસેન્જર કાર યુનિટ)ને ફાયદો થશે તથા પરિવહન સમય, ઇંધણ ખર્ચમાં ઘટાડો થશે તેમજ પ્રદૂષણમાં પણ નોંધપાત્ર ઘટાડો થશે.

    150 ફુટ રીંગ રોડ પર રામદેવપીર ચોક ખાતે બી.આર.ટી.એસ. કોરીડોર પર સ્પ્લીટ ફ્લાય ઓવર બ્રિજ બનશે. જે માટે 40.22 કરોડ મંજૂર કરવામાં આવ્યાં છે. બ્રીજની લંબાઇ 630 મીટર તથા પહોળાઇ 2 X 8.40 મીટર (બે લેન), બ્રીજનો સ્‍લોપ 1:30, બ્રીજની બંને તરફે 6.૦૦ મીટર સર્વિસ રોડ ફુટપાથ સાથે બ્રીજ નીચે પાર્કિંગ, બ્રીજની શરૂઆત ગાંધીગ્રામ પોલીસ સ્‍ટેશનથી શરૂઆત થઇ રામદેવપીર ચોકમાં હાઇટ ગ્રાઉન્‍ડથી 5.50 મીટર થઇ વિઝન ટવેન્‍ટી-ટવેન્‍ટી બિલ્‍ડીંગ પાસે પૂર્ણ થશે. બ્રીજનું નિર્માણ માટે 18 માસની સમય મર્યાદા છે. આ બ્રિજનું નિર્માણ થતા પ્રતિ દિન આવન જાવન માટે અંદાજીત 61,396 વાહન ચાલકોની (પેસેન્જર કાર યુનિટ)ને ફાયદો થશે તથા પરિવહન સમય, ઇંધણ ખર્ચમાં ઘટાડો થશે તેમજ પ્રદૂષણમાં પણ નોંધપાત્ર ઘટાડો થશે.


Download Our B K News Today App



Related News