મુખ્યમંત્રી વિજય રૂપાણી સ્વસ્થ ,એક સપ્તાહ સુધી કોઇને મળશે નહીં

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-04-15 14:19:16
  • Views : 476
  • Modified Date : 2020-04-15 14:19:16

  • ઇમરાન ખેડાવાલાના કોરોના પોઝિટિવ રિપોર્ટ આવતા મુખ્યમંત્રી સહિત ઇમરાનને મળેલા અન્ય મંત્રીઓ, અધિકારીઓ ઉપરાંતના મેડિકલ ટેસ્ટ કરવામાં આવશે. મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ ઇમરાન સાથેની બેઠક પછી જે જે લોકોને મળ્યા એમની પણ યાદી તૈયાર કરવામાં આવી રહી છે. તેમના પણ ચેકઅપ થાય તેમ છે. જ્યારે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા પણ બપોર બાદ જે લોકોને મળ્યા તેમના પણ રિપોર્ટ કાઢવામાં આવે તેમ છે.ગાંધીનગરમાં મંગળવારે સ્વર્ણિમ સ્કૂલમાં મળેલી મીટિંગમાં કોંગ્રેસના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાનો રિપોર્ટ પોઝિટીવ આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે. આ ઘટના બાદ સીએમ સહિતના નેતાઓની ચિંતા વધી ગઈ હતી. પરંતુ હાલ એક મોટા સમાચાર મળી રહ્યા છે. રાજ્યા મુખ્યમંત્રી વિજય રૂપાણી સંપૂર્ણ સ્વસ્થ હોવાની માહિતી મળી રહી છે. મંગળવારની ઘટના બાદ આજે CM રૂપાણીના સ્વાસ્થ્યનું પરિક્ષણ કરાયું હતું. જેમાં તેમનો રિપોર્ટ સંપૂર્ણ સ્વસ્થ છે. તેમ છતાં 8 દિવસ સુધી CM વિજય રૂપાણી કોઈને મળી શકશે નહીં. CM તમામ કામગીરી ટેક્નોલોજી આધારિત કરશે. મુખ્યમંત્રીના સચિવે સ્વસ્થ હોવાની માહિતી આપી હતી. આજે ડૉ.આર.કે.પટેલ અને ડૉ.અતુલ પટેલે વિજય રૂપાણીનું પરિક્ષણ કર્યું હતું.અત્રે નોંધનીય છે કે, 

    ઇમરાન ખેડાવાલા સાથે રહેલા અન્ય ધારાસભ્યો શૈલેષ પરમાર અને ગ્યાસુદ્દીન શેખના પણ ટેસ્ટ કરવામાં આવ્યા છે. આ બંને ધારાસભ્યોને હોમ ક્વોરન્ટીન કરાયા છે. ઇમરાન ખેડાવાલાના પરિવારના સભ્યોનો પણ ટેસ્ટ કરવામાં આવ્યો છે. તમામ હોમ ક્વોરન્ટીન કરાયા છે. ઈમરાનના ડ્રાઈવરનો અને ભત્રીજાના પણ સેમ્પલ લેવાયા છે અને હોમ ક્વોરન્ટીન કરાયા છે. દરમિયાન ધારાસભ્યો સચિવાલય જતાં ત્યાંના સીસીટીવી પણ ચેક કરવામાં આવી રહ્યા છે.અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં આજે ગઈકાલ રાતથી આજ સવાર સુધી વધુ 56 કેસ નવા નોંધાયા છે. જેમાં સૌથી વધુ અમદાવાદમાં 42 નોંધાયા છે. જ્યારે 2 લોકો કોરોના સામેની જંગ હારી ગયા છે. આજે ખેડા અને બોટાદમાં એક એક કેસ નોંધાયા છે. જેને લઈને અત્યારસુધીનો કુલ આંક 695એ પહોંચ્યો છે. 30 લોકોના મોત થયા છે. અમદાવાદના કોટ વિસ્તારમાં જ સૌથી વધુ કેસો નોંધાયા હોવાની માહિતી મળી છે. જેને લઈને અમદાવાદમાં અત્યાર સુધી કુલ 404 કેસ નોંધાયા છે. વડાપ્રધાનએ 3જી મે સુધી લોકડાઉનને લંબાવ્યુ છે. જ્યારે એકલા અમદાવાદમાં જ 415 કેસ નોંધાયા છે. અમદાવાદના કોટ વિસ્તારમાં આજથી ક્ફર્યુ લાદી દેવામાં આવ્યો છે.રાજ્યમાં કોરોનાગ્રસ્ત દર્દીઓની સ્થિતિની વાત કરીએ તો વેન્ટીલેટર પર 8 દર્દીઓ છે, અને 598 દર્દીઓ સ્ટેબલ છે. આ સાથે હોસ્પિટલમાંથી 59 લોકોને ડીસ્ચાર્જ કરાયા છે અને 30 લોકોના મૃત્યું થયા છે. અમદાવાદમાં આજે 42 નવા કેસો સામે આવ્યા છે. જેમાં 24 પુરુષ અને 18 મહિલાઓનો સમાવેશ થાય છે. સુરતમાં નવા 6 કેસમાં 5 પુરુષો અને 1 મહિલાનો સમાવેશ થાય છે. વડોદરામાં નવા 3 કેસોમાં 3 પુરુષોનો છે, જ્યારે બોટાદમાં એક, પંચમહાલમાં ત્રણ અને ખેડામાં 1 નવો કેસ સામે આવ્યો છે.
    રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં લેબોરેટરીમાં ટેસ્ટ કરાયાની વાત કરીએ તો, 2354 ટેસ્ટ કરાયા છે, તેમાં 2268 લોકોના રિપોર્ટ નેગેટીવ આવ્યા છે. જ્યારે ગુજરાતમાં અત્યાર સુધી કુલ 17334 લોકોના ટેસ્ટ કરાયા છે, તેમાં 695 પોઝિટીવ અમને 16631 લોકો નેગેટીવ છે. બોટાદ શહેરમાં કોરોના પોઝિટિવનો પહેલો કેસ નોંધાયો છે. જિલ્લામાં કોરોનાની એન્ટ્રી થઇ ગઈ છે. 80 વર્ષના વૃદ્વને કોરોના થયો છે. જિલ્લા કલેક્ટર દ્વારા માહિતી આપવામાં આવી છે.ગુજરાતના CM વિજય રૂપાણીના સ્વાસ્થ્યને લઈ સૌથી મોટા સમાચાર, 8 દિવસ સુધી કોઈને નહીં મળી શકે

Download Our B K News Today App



Related News