નર્મદાનું પાણી , દાંતીવાડા તરફ વાળવાનો મુખ્યમંત્રીનો નિર્ણય

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-08-10 11:56:11
  • Views : 3285
  • Modified Date : 2019-08-10 11:56:11

તાજેતરમાં મધ્યપ્રદેશ અને દક્ષિણ ગુજરાતમાં થયેલા ભારે વરસાદને કારણે ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમ ઓવરફ્લો થતાં તેના દરવાજા આ વર્ષે પ્રથમ વખત ખોલવામાં આવી રહ્યાં છે.તેનું વહીજતું પાણી નર્મદાની મુખ્ય કેનાલ મારફત બનાસ નદી, દાંતીવાડા ડેમ, બનાસકાંઠા પાટણના તળાવ સુજલામ સુફલામ તેમજ શાખા નહેરો તરફ વાળવાનો નિર્ણય મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ લીધો છે. ઉલ્લેખનિય છે કે ગયા વર્ષે જીલ્લામાં અપુરતા વરસાદ અને દુષ્કાળની પરિસ્થતિને કારણે પશુપાલકો અને ખેડૂતોમાં ચિંતા પ્રસરી હતી તેવામાં ગતરોજ નર્મદ ડેમના દરવાજા ખોલીને તેનું આ પાણી બનાસકાંઠા - પાટણ તરફ વાળતા, જીલ્લાનાં ખેડૂતો પશુપાલકો રાજી - રાજી થઈ ગયા છે. પશુપાલન તથા કૃષિ પર નભતાં બનાસકાંઠા જીલ્લામાં નર્મદાના જળ પધારવાનો વિશેષ આનંદ પણ સૌ કોઈમાં જાવા મળી રહ્યો છે.

Download Our B K News Today App



Related News