CMના હસ્તે 489 કરોડનાં વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ, આમ્રપાલીબ્રિજ જનતા માટે ખુલ્લો મૂક્યો, કાલાવડ રોડ પર બની રહેલા ફ્લાઇ ઓવર બ્રિજનું ખાતમુહૂર્ત કર્યું.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-01-21 11:31:29
  • Views : 253
  • Modified Date : 2021-01-21 11:31:29

    આજે CM રૂપાણીના હસ્તે 489.50 કરોડનાં વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. રાજકોટમાં CM રૂપાણીના હસ્તે આમ્રપાલી બ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું છે અને આ અંડર બ્રિજ લોકો માટે ખુલ્લો મૂકવામાં આવ્યો છે. આ સાથે જ કાલાવાડ રોડ પર બની રહેલા ફ્લાઇ ઓવર બ્રિજ સહિત 4 બ્રિજનું ખાતમુહૂર્ત કર્યું હતું. મનપા દ્વારા નિર્માણ થયેલી જુદી જુદી આવાસ યોજનાઓમાં ખાલી રહેલાં 56.58 કરોડના 416 આવાસોનો CMના હસ્તે કમ્પ્યુટરાઈઝ ડ્રો કરવામાં આવ્યો હતો.

    આજે CM રૂપાણીના હસ્તે કાલાવડ રોડ પર કે.કે.વી. ચોક પર તથા જડૂસ ચોકમાં ફોર લેન (2+2) ફ્લાઇ ઓવર બ્રિજ રૂપિયા 158.05 કરોડના ખર્ચે બનાવવા માટેનું અને નાનામવા ચોક અને રામદેવપીર ચોકમાં ફોર લેન બ્રિજ (2+2) સ્પ્લિટ ફ્લાઇ ઓવર બ્રિજ રૂપિયા 82.34 કરોડના ખર્ચે બનાવવા માટેનું ખાતમુહૂર્ત કર્યું છે.રાજકોટ શહેરના મધ્યભાગમાં આવેલા આ બ્રિજના નિર્માણથી ટ્રાફિકની સમસ્યા હળવી બનશે. વાહનચાલકો અને રાહદારીઓનો સમય બચશે. આમ, રાજકોટની પ્રજાને એક સુંદર નજરાણું મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા પ્રાપ્ત થયું છે. અંડર બ્રિજની શરૂઆતમાં "લવ રાજકોટ" સેલ્ફી ઝોનનું પણ નિર્માણ થયું છે.

  • -2:00 કલાકે રાજકોટ શહેર પોલીસ કાર્યક્રમ, પોલીસ હેડ ક્વાટર્સ
  • -3:00 કલાકે રાજકોટ જિલ્લા સેવા સદન કાર્યક્રમ - ધર્મેન્દ્ર કોલેજ
  • -4:00- 5:00 કલાકે રામ મંદિર નિધિ સમર્પણ કાર્યક્રમમાં હાજરી
  • -5:00-6:00 કલાકે ચેમ્બર ઓફ કોમર્સ કાર્યક્રમ - સયાજી હોટલ કાલાવડ રોડ
  • -6:00 કલાકે પેજ કમિટી કાર્યક્રમ, અમૃત સાગર પાર્ટી પ્લોટ, 150 ફિટ રિંગ રોડ
  • -7:00 કલાકે ગાંધીનગર જવા રવાના થશે

    કાલાવડ રોડ ફ્લાઇ ઓવર બનાવવા માટે મંજૂરી આપવામાં આવી છે. આ ઓવર બ્રિજ કેકેવી ચોકથી જડુસ રેસ્ટોરન્ટ પાસે બનશે, જેના માટે 129.53 કરોડ રૂપિયા મંજૂર કરવામાં આવ્યા છે. બ્રિજની લંબાઈ 1152.67 મીટર તથા પહોળાઈ 15.50 મીટર (ફોર લેન) બ્રિજનો સ્‍લોપ 1:30, બ્રિજની બંને તરફ 6.00 મીટર સર્વિસ રોડ ફૂટપાથ સાથે બ્રિજ નીચે પાર્કિંગ, કાલાવડ રોડ ડોમીનોઝ પિત્ઝાથી શરૂ થઈ ડબલ લેવલનો બ્રિજ હયાત કે.કે.વી. બ્રિજ ઉપરથી અંદાજિત 15 મીટર ઊંચાઈએ પસાર થઇ આત્‍મીય કોલેજ સામે સ્‍વિમિંગ પૂલ પાસે પૂર્ણ થશે. બ્રિજના નિર્માણ માટે 24 મહિનાની સમયમર્યાદા આપવામાં આવી છે. આ બ્રિજનું નિર્માણ થતાં પ્રતિદિન આવનજાવન માટે અંદાજિત 30914 વાહનચાલકોની (પેસેન્જર કાર યુનિટ)ને ફાયદો થશે તથા પરિવહન સમય, ઇંધણ ખર્ચમાં ઘટાડો થશે તેમજ પ્રદૂષણમાં પણ નોંધપાત્ર ઘટાડો થશે.

    જડુસ રેસ્ટોરન્ટ પાસે બનનારા બ્રિજ માટે 28.52 કરોડ રૂપિયા મંજૂર કરવામાં આવ્યા છે. બ્રિજની લંબાઇ 370.39 મીટર તથા પહોળાઇ 15.50 મીટર (ફોર લેન), બ્રિજનો સ્‍લોપ 1:30, બ્રિજની બંને તરફ 6.00 મીટર સર્વિસ રોડ ફૂટપાથ સાથે બ્રિજ નીચે પાર્કિંગ થશે. બ્રિજની શરૂઆત કાલાવડ રોડ પર એ.જી.ચોકથી થઇ જડુશ ચોકથી આગળ મોટા મવા સ્મશાન બ્રિજ પહેલાં પૂર્ણ થશે. બ્રિજના નિર્માણ માટે 24 મહિનાની સમયમર્યાદા અપાઈ છે.

    150 ફૂટ રિંગ રોડ નાનામવા ચોક ખાતે બી.આર.ટી.એસ. કોરિડોર પર સ્પ્લિટ ફ્લાઇ ઓવર બ્રિજ બનશે, જે માટે 41.12 કરોડ મંજૂર કરવામાં આવ્યાં છે. બ્રિજની લંબાઇ 630.00 તથા પહોળાઇ 2*8.40 મીટર (બે લેન), બ્રિજનો સ્‍લોપ 1:30, બ્રિજની બંને તરફ 6.00 મીટર સર્વિસ રોડ ફૂટપાથ સાથે બ્રિજ નીચે પાર્કિંગ, બ્રિજની શરૂઆત ટવીન સ્‍ટાર બિલ્‍ડિંગથી શરૂઆત થઇ રિલાયન્‍સ મોલ પાસે પૂર્ણ થશે. બ્રિજના નિર્માણ માટે 18 માસની સમયમર્યાદા અપાઈ છે. આ બ્રિજનું નિર્માણ થતાં પ્રતિદિન આવનજાવન માટે અંદાજિત 61,376 વાહનચાલકોની (પેસેન્જર કાર યુનિટ)ને ફાયદો થશે તથા પરિવહન સમય, ઇંધણ ખર્ચમાં ઘટાડો થશે તેમજ પ્રદૂષણમાં પણ નોંધપાત્ર ઘટાડો થશે.


    150 ફૂટ રિંગ રોડ પર રામદેવપીર ચોક ખાતે બી.આર.ટી.એસ. કોરિડોર પર સ્પ્લિટ ફ્લાઇ ઓવર બ્રિજ બનશે, જે માટે 40.22 કરોડ મંજૂર કરવામાં આવ્યાં છે. બ્રિજની લંબાઇ 630 મીટર તથા પહોળાઇ 2*8.40 મીટર (બે લેન), બ્રિજનો સ્‍લોપ 1:30, બ્રિજની બંને તરફ 6.00 મીટર સર્વિસ રોડ ફૂટપાથ સાથે બ્રિજ નીચે પાર્કિંગ, બ્રિજની શરૂઆત ગાંધીગ્રામ પોલીસ સ્‍ટેશનથી શરૂઆત થઇ રામદેવપીર ચોકમાં હાઇટ ગ્રાઉન્‍ડથી 5.50 મીટર થઇ વિઝન ટવેન્‍ટી-ટવેન્‍ટી બિલ્‍ડિંગ પાસે પૂર્ણ થશે. બ્રિજના નિર્માણ માટે 18 માસની સમય મર્યાદા છે. આ બ્રિજનું નિર્માણ થતાં પ્રતિદિન આવનજાવન માટે અંદાજિત 61,396 વાહનચાલકોની (પેસેન્જર કાર યુનિટ)ને ફાયદો થશે તથા પરિવહન સમય, ઇંધણ ખર્ચમાં ઘટાડો થશે તેમજ પ્રદૂષણમાં પણ નોંધપાત્ર ઘટાડો થશે.


Download Our B K News Today App



Related News