સૌરાષ્ટ્રમાં ભારે વરસાદથી અસરગ્રસ્ત વિસ્તારોનું CM ભૂપેન્દ્ર પટેલ આજે કરશે હવાઇ નિરીક્ષણ.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-07-21 16:16:39
  • Views : 91
  • Modified Date : 2023-07-21 16:16:39

હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજ્યમાં ભારે વરસાદ ખાબક્યો છે. સૌરાષ્ટ્રમાં મેઘતાંડવને કારણે અનેક જિલ્લાઓમાં સ્થિતિ વિકટ બની છે. ત્યારે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ આજે સૌરાષ્ટ્રના વરસાદથી અસરગ્રસ્ત વિસ્તારોનું હવાઇ નિરીક્ષણ કરશે. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ માંગરોળ, ગીર સોમનાથ, તાલાલા, માળિયા હાટીના તેમજ હિરણ ડેમના વિસ્તારોનું હવાઇ નિરીક્ષણ કરશે.આ સાથે જ તે સ્થિતિની સમીક્ષા કર્યા બાદ તેઓ જૂનાગઢમાં બપોરે 1 વાગ્યે સંબંધિત અધિકારીઓ અને પદાધિકારીઓ સાથે બેઠક પણ યોજશે. તેમની સાથે મુખ્ય સચિવ રાજકુમાર તેમજ મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ એમ.કે. દાસ પણ જોડાશે. તો હવામાન વિભાગની આગાહી અનુસાર આજે શુક્રવારે સૌરાષ્ટ્ર, ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદ વરસે તેવી સંભાવના છે. તો બીજી તરફ અરવલ્લી, જૂનાગઢ અને પોરબંદર સહિતના જિલ્લાઓમાં પણ  અતિભારે વરસાદ ખાબકવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે.

Download Our B K News Today App



Related News