CM ભૂપેન્દ્ર પટેલે ગુજરાતમાં સુખ-શાંતિ અને એકતા રહે તેવી જગન્નાથજીને કરી પ્રાર્થના.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-06-20 15:08:31
  • Views : 110
  • Modified Date : 2023-06-20 15:08:31

મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે ભગવાન જગન્નાથની પૂજા વિધિ કરી અને આજે પહિંદવિધિ કરી પોતાની જાતને ભાગ્યશાળી ગણાવ્યા છે. આ સાથે જ તેમણે ગુજરાતની પ્રજાને અષાઢી બીજની શુભકામના પાઠવી છે.આ ઉપરાંત કચ્છી લોકોના નવા વર્ષ નિમિત્તે દેશ અને દુનિયામાં વસતા કચ્છી બંધુઓને શુભેચ્છા પાઠવી છે. તેમજ દરવર્ષની જેમા આ વર્ષે પણ ગુજરાતમાં સુખ-શાંતિ, સમૃદ્ધી અને સદ્ભાવના રહે તેવી ભગવાન જગન્નાથજીને પ્રાર્થના કરી છે. આજે આ શુભ પ્રસંગે પહિંદ વિધિમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલેની સાથે ગૃહમંત્રી હર્ષ સંઘવી પણ હાજર રહ્યા હતા.ભગવાન જગન્નાથજી રથયાત્રામાં પહિંદ વિધિનું અનોખું મહાત્મય છે. જેમાં નાથની નગરયાત્રા પહેલા પહિંદ વિધિ કરવાનું અનોખુ મહત્વ ધરાવે છે. આ વિધિમાં રાજ્યના રાજા એટલે કે રાજ્યના મુખ્યમંત્રીજગન્નાથજીનો પ્રથમ સેવક હોવાથી તેમના દ્વારા સોનાની સાવરણીથી પહિંદ વિધિ કરવામાં આવે છે.

Download Our B K News Today App



Related News