વાદળછાયું વાતાવરણ રહેશે પછી ગગડશે પારો.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-12-21 16:39:00
  • Views : 104
  • Modified Date : 2023-12-21 16:39:00

રાજ્યમાં ફરી એકવાર ઠંડીને લઈ હવામાન વિભાગની આગાહી સામે આવી છે. વાત જાણે એમ છે કે, હવામાન વિભાગના ડાયરેક્ટર ડૉ.મનોરમા મોહંતીએ રાજ્યમાં ઠંડીને લઈ આગાહી કરી છે. તેમણે કહ્યું કે, રાજ્યમાં આગામી 5 દિવસ વાતાવરણ સુક્કું રહેશે, આગામી 48 કલાક વાદળછાયું વાતાવરણ રહેશે તો 3 દિવસ બાદ તાપમાનનો પારો 1 થી 2 ડિગ્રી ગગડશે. રાજ્યવાસીઓ ઠંડી માટે રહેજો તૈયારહવામાન વિભાગના ડાયરેક્ટર ડૉ.મનોરમા મોહંતીએ આગાહી કરી છે કે, 3 દિવસ બાદ તાપમાનનો પારો 1 થી 2 ડિગ્રી ગગડશે.  સૌથી ઓછું તાપમાન નલિયામાં 11.4 ડિગ્રી આસપાસ રહશે. આ સાથે તેમણે કહ્યું કે, હાલ રાજ્યમાં મહત્તમ તાપમાન પણ ઘટી રહ્યું છે. રાજ્યમાં આગામી 5 દિવસ વાતાવરણ સુક્કું રહશે, આગામી 48 કલાક વાદળછાયું વાતાવરણ રહેશે. મહત્વનું છે કે, અમદાવાદમાં મહત્તમ તાપમાન 26 ડિગ્રી નોંધાયું છે. પૂર્વ ઉત્તર પૂર્વ પવનો હોવાથી વાદળછાયું વાતાવરણ રહેશે.

Download Our B K News Today App



Related News