પાટનગરમાં વાદળછાયું વાતાવરણ પણ વરસાદ નહીં

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-08-25 13:28:01
  • Views : 303
  • Modified Date : 2021-08-25 13:28:01

    પાટનગર ગાંધીનગરમાં છેલા કેટલાય સમયથી વરસાદી વાતાવરણ છે. પરંતુ વરસાદનું નામો નિશાન નથી. દરરોજ વાદળછાયું વાતાવરણ અને વરસાદી માહોલ જામે છે.  પણ વરસાદ નથી પડતો દક્ષિણ ગુજરાતમાં સારો વરસાદ શરૂમાં પડ્યો પરંતુ મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં વરસાદ નથી.  પાટનગર ગાંધીનગરમાં પણ છેલ્લા એક મહિનામાં કેટલીય વાર વાદળછાયું વાતાવરણ થયું છે. ક્યાંક ક્યાંક વરસાદ આવે છે પણ માત્ર અમી છાંટના કરી જતો રહે છે ત્યારે ગાંધીનગર આસપાસના ખેડૂતો પણ વરસાદની રાહ જાેઈ રહ્યા છે. પરંતુ વરસાદ પડ્યો નથી અને અહીં ઓગસ્ટ માસમાં નદી અને ડેમ ભરાઈ ગયા હોય તેવો વરસાદ ગઈ સાલ હતો. પરંતુ આ વખતે જાેઈએ એવો વરસાદ નથી પડ્યો. જેથી નદી અને ડેમ પણ સુકા ભટ્ટ દેખાઈ રહ્યા છે. ત્યારે મેઘરાજા મહેરબાન થાય અને વરસાદ પડે તો ખેડૂતોની સ્થિતિ સુધરે નહીં તો જગતના તાતને આ વર્ષે  મુશ્કેલી વેઠવી પડશે.

Download Our B K News Today App



Related News