હવામાન વિભાગની આગાહીના પગલે બનાસકાંઠા જિલ્લામાં વાદળછાયુ વાતાવરણ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-12-02 12:03:04
  • Views : 246
  • Modified Date : 2021-12-02 12:03:04

 

રાજ્યમાં તા.30 11 2021 થી તા.02 12 2021 દરમિયાન તોફાની પવન સાથે હળવાથી મધ્યમ વરસાદ પડવાની સંભાવના રહેલ છે. જે આજે વહેલી સવારથી જ વાદળછાયુ વાતાવરણ થતા ખેડૂતોની ચિંતા વધારો થયો હતો જોકે ખેતીવાડી અધિકારી પી.કે પટેલ દ્વારા ખેડૂતોને તકેદારી રાખવા અપીલ પણ કરાઈ છે

    

હવામાન વિભાગની આગાહીને બનાસકાંઠા જિલ્લામાં પગલે વહેલી સવારથી જ વાદળછાયુ વાતાવરણ રહેતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો હતો માવઠા જેવું વાતાવરણ હોવાના કારણે શાકભાજી, જીરૂ, ધાણા, ઘઉં તેમજ રાયડાના પાકમાં અત્યારે પિયત આપવાનું મુલતવી રાખવુ, વરસાદી પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા રાખવી, કાપણી કરેલ પાક ભીંજાય નહીં તે માટે કાપણી કરેલ પાકને સુરક્ષિત જગ્યાએ રાખવો, ફુગજન્ય રોગના લક્ષણો જણાય તો ફુગનાશક દવાનો કૃષિ યુનિવર્સિટીની ભલામણ મુજબ છંટકાવ કરવો, દિવેલા પાકમાં ઇયળનો ઉપદ્રવ જોવા મળે તો ઉભા પાકમાં એકલ દોકલ દેખાતી ઇયળ વિણાવી નાશ કરવો તેમજ છોડ દીઠ ચાર ઇયળો જોવા મળે ત્યારે સ્પીનોસાદ 3 મી.લી. દવા 10 લીટર પાણીમાં ભેળવી છંટકાવ કરવા બનાસકાંઠા જિલ્લા ખેતીવાડી અધિકારીશ પી. કે. પટેલે તકેદારી રાખવા ખેડૂતોને અપીલ કરી છે.

Download Our B K News Today App



Related News