ગુજરાતના આકાશમાં વાદળો મંડરાયા, ભારે વરસાદની છે આગાહી, સૌરાષ્ટ્ર તરફ સૌથી વધુ વાદળો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-06-23 13:08:49
  • Views : 261
  • Modified Date : 2022-06-23 13:08:49

ગુજરાતના આકાશમાં વાદળો મંડરાયા, ભારે વરસાદની છે આગાહી, સૌરાષ્ટ્ર તરફ સૌથી વધુ વાદળો

ગુજરાતમાં ચોમાસું ભલે મોડું અને ધીમુ આગમન હોય, પણ આગામી દિવસોમાં મુશળધાર રહેશે. ગુજરાતમાં આગામી દિવસોમાં ભારે વરસાદની આગાહી કરવામા આવી છે. હવામાન ખાતાના લેટેસ્ટ અપડેટ અનુસાર, આગામી 4 દિવસ દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી કરાઈ છે. તો સૌરાષ્ટ્ર અને કચ્છમાં મધ્યમ વરસાદની શક્યતા વ્યક્ત કરાઈ છે. 

રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ છવાઈ ગયો છે. વરસાદે જૂનના અંતમાં જમાવટ કરી છે. મહિનાની શરૂઆત અને મધ્ય ભરે કોરી રહી, પણ મહિનામાં અંતમાં ચોમાસું જમાવટ કરશે. પલટાયેલા વાતાવરણ વચ્ચે હાલ ગુજરાતના નક્શામાં સૌરાષ્ટ્રના માથા પર વાદળોનો સમૂહ જોવા મળી રહ્યો છે. રાજ્યમાં હજુ 5 દિવસ વરસાદી માહોલ રહેશે. પરંતુ અનેક જિલ્લા હજી સુધી કોરાધાકોર છે. ચોમાસું હજુ પણ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાને બાદ કરતાં ક્યાંય આગળ વધ્યું નથી. જે ચિંતાનો વિષય છે. ખેડૂતોની વાવણી હજી બાકી છે, ત્યારે ખેડૂતો ચિંતામાં મૂકાયા છે. 

અતિ ભારે વરસાદની આગાહી
હવામાન વિભાગના લેટેસ્ટ અપડેટ મુજબ, દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી 24 અને 25 જૂને અતિભારે વરસાદ પડી શકે છે. જેમાં સુરત, વલસાડ, નવસારી માટે આગાહી કરાઈ છે. તાપી અને ડાંગમાં અતિભારે વરસાદની આગાહી છે. પરંતુ અમદાવાદીઓને ગરમીમાંથી મુક્તિ મળશે. દિવસોમાં અમદાવાદમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા છે. તો સૌરાષ્ટ્રમાં પણ ભારે વરસાદની આગાહી છે. જેમાં જૂનાગઢ, રાજકોટ, પોરબંદર, અમરેલી અને ભાવનગરમાં ભારે વરસાદ થઈ શકે છે. 

વરસાદની આગાહી વચ્ચે NDRF ની ટીમ એક્શનમાં  
દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી વચ્ચે NDRF ની ટીમને નવસારીમાં ડિપ્લોય કરવામાં આવી છે. વડોદરા બટાલિયનની 21 જણાની ટીમ નવસારી ખાતે આવી પહોંચી છે. NDRF ની ટીમને સ્ટેન્ડબાય રહેવાના આદેશ આપી દેવાયા છે. માટે NDRF ના જવાનો દ્વારા પૂર વિસ્તારોનો સર્વે કરાશે. ચોમાસા દરમિયાન કોઈપણ આપાતકાલીન સ્થિતિને પહોંચી વળવા માટે તમામ ઓજારો સાથે NDRF ની ટીમ સજ્જ બની છે. 

Download Our B K News Today App



Related News