પાટણ શહેર સહિત સમગ્ર જિલ્લાના વાતાવરણમાં બદલાવ, સોલાર પ્લાન્ટની 40થી વધુ પ્લેટો વાવાઝોડામાં તબાહ.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-06-04 12:30:00
  • Views : 315
  • Modified Date : 2021-06-04 12:30:00

     પાટણ શહેરના માખણીયા વિસ્તારમાં કાર્યરત કરાયેલા દુષિત પાણી સુદ્ધીકરણ માટે બનાવેલા પ્લાન્ટ ઉપરના બિલ્ડિંગના ભાગે લગાવેલી સોલાર પ્લાન્ટની 40 થી વધુ પ્લેટો ઉડીને જમીન પર પટકાતા નુકસાન થવા પામ્યું હતું. તો જિલ્લામાં અન્ય સ્થળોએ પણ નાનુ મોટું નુક્સાન થયું હોવાનું જાણવા મળ્યું છે. જોકે હજુ સુધી જિલ્લામાં વાવાઝોડાનાં કારણે થયેલા નુકસાનની કોઈ જાણકારી તંત્રને પ્રાપ્ત થઈ હોવાનું ડિઝાટર અધિકારી જણાવ્યું હતું. પાટણ શહેર સહિત સમગ્ર જિલ્લામાં બુધવારે મોડી રાત્રે આવેલા વાવાઝોડા સાથે વરસાદમાં પાટણ શહેર વરસાદી ઝાપટા સાથે ચાણસ્મા શહેરમાં 1 મી.મી.અને સિદ્ધપુર શહેરમાં 5 મી.મી વરસાદ પડ્યો હોવાનું તંત્રએ જણાવ્યું હતું.

Download Our B K News Today App



Related News