બનાસકાંઠા જિલ્લામાં વાતાવરણમાં આવ્યો પલટો : દિવસભર ધૂળની ડમરીઓ ઉડતા રાહદારીઓ પરેશાન

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-05-24 11:02:10
  • Views : 234
  • Modified Date : 2022-05-24 11:02:10

બનાસકાંઠા જિલ્લામાં વાતાવરણમાં આવ્યો પલટો : દિવસભર ધૂળની ડમરીઓ ઉડતા રાહદારીઓ પરેશાન

 

બનાસકાંઠા જિલ્લામાં ચાલુ વર્ષે ઉનાળાની શરૂઆત થતાની સાથે જ લોકોએ અસહ્ય ગરમી અને બફારાનો સામનો કરવો પડ્યો હતો ખાસ કરીને ડીસા તાલુકામાં ચાલુ વર્ષે સતત ૪૦ ડિગ્રી ઉપર ગરમી નુ તાપમાન રહ્યું હતું જેના કારણે આ વર્ષે સૌથી વધુ બનાસકાંઠા જિલ્લામાં ડીસા તાલુકાના લોકોએ ગરમીનો સામનો કરવો પડ્યો હતો પરંતુ છેલ્લા ત્રણ દિવસથી બનાસકાંઠા જિલ્લામાં વાદળછાયુ વાતાવરણ સર્જાઈ છે સવારથી વાતાવરણમાં પલટો આવતા લોકોએ ગરમીથી રાહત અનુભવી છે બીજી તરફ બદલાયેલા વાતાવરણના કારણે દિવસ પર ધૂળની ડમરીઓ ઉડતા રાહદારીઓ ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે વાહનચાલકોએ પણ સવારથી વાદળછાયા વાતાવરણના કારણે રસ્તા ઉપર લાઈટો ચાલુ રાખીને પસાર થવું પડે છે ત્યારે ચોક્કસથી કહી શકાય કે બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ચાર દિવસથી બદલાયેલા વાતાવરણના કારણે લોકોએ લાંબા સમય બાદ અસહ્ય ગરમીથી રાહત મેળવી હતી

Download Our B K News Today App



Related News