ડીસા નગરપાલિકા દ્વારા ચોમાસુ પહેલા પ્રિમોન્સુન પ્લાનિંગની હેઠળ સફાઈની કામગીરી હાથ ધરાઈ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-06-11 11:18:09
  • Views : 180
  • Modified Date : 2022-06-11 11:18:09

 

ડીસા શહેરમાં દર વર્ષે ચોમાસાની ઋતુમાં અનેક વિસ્તારોમાં વરસાદી પાણીના કારણે પરિસ્થિતિ બેકાબૂ બને છે ખાસ કરીને વધારે પડતા વરસાદના કારણે ગટરો અને નાળામાં ઉભરાતા પાણીના કારણે અનેક વિસ્તારોમાં લોકોને મોટું નુકસાન વેઠવાનો વારો આવે છે ત્યારે વર્ષે હવે ચોમાસું નજીક આવી રહી છે તેવા સમયે ડીસા નગરપાલિકા દ્વારા પ્રિમોન્સૂન પ્લાન અંતર્ગત સફાઈ શરૂ કરવામાં આવી છે ખાસ કરીને ચોમાસામાં વરસાદી પાણીના કારણે લોકોને નુકસાન થાય તે માટે પાલિકા પ્રમુખ રાજુભાઇ ઠક્કર દ્વારા અત્યારથી નાળા અને ગટરની સફાઇ શરૂ કરવામાં આવી છે

ડીસા નગર પાલિકા દ્વારા ચોમાસા પૂર્વ પ્રિમોન્સૂન પ્લાન અંતર્ગત  આગોતરા આયોજન ના ભાગ રૂપે ડીસા શહેર માં  આવેલા વિવિધ ગટરો તેમજ નાળા ની સફાઈ હાથ ધરવામાં આવી હતી જેમાં લાલચાલી મારવાડી મોચિવાસ ,ભોપાનગર  શિવનગર  વિસ્તાર,તેરમીનાળા ,વિરેનપાર્ક,પોસ્ટઓફિસ,નદી વિસ્તાર તેમજ શંત આંના સ્કૂલ પાછળ ના વિસ્તાર સહિત શહેર માં  આવેલા વિવિધ નાળા તેમજ ગટરો ની સફાઈ હાથ ધરવામાં આવી હતી   ડીસા પાલિકા પ્રમુખ રાજુભાઇ ઠકકર ના જણાવ્યાં મુજબ આગામી ચોમાસા ની સિઝન ને ધ્યાને લઇ શહેર ના નીચાણ વાળા  વિસ્તાર માં વરસાદી પાણી નો ભરાવો ના થાય તે માટે આગોતરા આયોજન ના ભાગરૂપે પ્રિ મોન્સૂન પ્લાન અંતર્ગત ડીસા શહેર ના વિવિધ ગટરો અને નાળા ની સફાઈ હાથ ધરવામાં આવી છે

Download Our B K News Today App



Related News