ડીસાના વોર્ડ નંબર એકમાં આવેલ ધુળીયાકોટ વિસ્તારમાં સ્થાનિકોની રજૂઆતના પગલે સફાઈ શરૂ કરાઈ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-06-11 11:25:31
  • Views : 200
  • Modified Date : 2022-06-11 11:25:31

 

ડીસા નગરપાલિકા દ્વારા હાલમાં ચોમાસાના પહેલા તમામ વિસ્તારોમાં પ્રિમોન્સૂન દ્વારા સફાઈ શરૂ કરવામાં આવી છે ત્યારે ડીસા નગરપાલિકા વિસ્તારમાં આવેલ વોર્ડ નંબર એકમાં આવેલા ધુળીયા કોટ વિસ્તારમાં છેલ્લા પંદર દિવસથી ગટરનું ગંદુ પાણી રોડ પર ફેલાયું હતુ ગંદા પાણીના કારણે વિસ્તારના લોકો ભારે હાલાકી ભોગવી રહ્યા હતા રોજેરોજ ભૂગર્ભ ગટરની લાઇનમાંથી રોડ પર નીકળતા ગંદા પાણીથી સ્થાનિક લોકોએ ગંદા પાણી માંથી પસાર થતા પણ મુશ્કેલ પડી ગયું હતું દસ દિવસથી પડી રહેલા ગંદા પાણીના કારણે ભયંકર દુર્ગંધ પણ ફેલાઈ હતી જેના કારણે સ્થાનિક લોકો ભારે હાલાકી ભોગવી રહ્યા હતા બાબતે સ્થાનિક લોકોએ ડીસા નગરપાલિકા વોર્ડ નંબર 1 ના ચૂંટાયેલા સદસ્યો જીગ્નેશભાઈ જોશીને જાણ કરતા તેઓ તાત્કાલિક ધુળીયા કોટ વિસ્તારની મુલાકાતે પહોંચ્યા હતા જ્યાં રોડ પર નીકળેલા ગંદા પાણીના નિકાલ માટે કઈ રીતે વ્યવસ્થા કરવી તે માટે નગરપાલિકા કર્મચારીઓ સાથે ચર્ચા-વિચારણા કર્યા બાદ આજે સવારથી ડીસા નગરપાલિકાના કર્મચારીઓ ગંદા પાણીના નિકાલ માટે વ્યવસ્થા શરૂ કરી હતી અને ચોમાસા પહેલા વિસ્તારમાં ગંદા પાણીનો નિકાલ થાય તે માટે તમામ ભૂગર્ભ ગટરની સફાઇ હાથ ધરવામાં આવી હતી તે દસ દિવસ બાદ ડીસાના ધુલિયા કોટ વિસ્તારમાં ગંદા પાણીના નિકાલની વ્યવસ્થા થતા સ્થાનિક લોકોએ નગરપાલિકા નો આભાર વ્યક્ત કર્યો હતો

Download Our B K News Today App



Related News