ખેડબ્રહ્મા તાલુકાના લક્ષ્મીપુરામાં ગ્રામજનો દ્વારા મંદિરોની કરાઈ સફાઈ.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2024-01-21 14:32:17
  • Views : 73
  • Modified Date : 2024-01-21 14:32:17

ગુજરાતના તમામ ધર્મસ્થાનો પર સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. ત્યારે ખેડબ્રહ્મા તાલુકાના લક્ષ્મીપુરા ગામમાં પણ રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને મંદિરોની સફાઈ કરવામાં આવી છે. જેમાં ગ્રામીણજનોએ એકઠા થઈને મંદિરની સફાઈ કરી હતી.ગામમાં આવેલા લક્ષ્મીનારાયણ મંદિર, ગાયત્રી મંદિર સહિત અન્ય મંદિરોની સાથે યજ્ઞ શાળાની પણ સફાઈ કરવામાં આવી હતી.લક્ષ્મીપુરા ગામની મહિલાઓ અને પુરુષોએ સાથે મળી મંદિર સ્વચ્છતા કર્યા બાદ સ્થાનિકો દ્વારા રામધૂન કરવામાં આવી હતી.ગુજરાતમાં મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે 14 જાન્યુઆરીના રોજ સફાઈ અભિયાન ધોળેશ્વર મહાદેવ ખાતેથી શરુ કરાવ્યુ હતું.વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ નાસિકના કાલારામ મંદિરમાં પૂજા અર્ચના કરી હતી.ત્યારે મંદિર પરિસરમાં સફાઈ કરીને સમગ્ર દેશને સ્વચ્છતાનો સંદેશ પણ આપ્યો હતો.

Download Our B K News Today App



Related News