ડીસા મામલતદાર કચેરીના વર્ગ-૩ના કર્મચારીઓએ કાળી પટ્ટી ધારણ કરી વિરોધ નોંધાવ્યો : જૂની પેન્શન યોજના ચાલુ કરવા કરાઈ ઉગ્ર માંગ.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-04-02 12:00:30
  • Views : 181
  • Modified Date : 2022-04-02 12:00:30

ડીસા મામલતદાર કચેરીના વર્ગ-૩ના કર્મચારીઓએ કાળી પટ્ટી ધારણ કરી વિરોધ નોંધાવ્યો : જૂની પેન્શન યોજના ચાલુ કરવા કરાઈ ઉગ્ર માંગ.

 

બનાસકાંઠા જિલ્લાના ડીસા ખાતે આવેલ મામલતદાર કચેરીમાં ફરજ બજાવતા વર્ગ-૩ના કર્મચારીઓ એ જૂની પેન્શન યોજના ચાલુ કરવા માટે આજરોજ વિરોધ નોંધાવ્યો હતો મામલતદાર કચેરીના વર્ગ 3ના કર્મચારીઓએ કાળી પટ્ટી ધારણ કરી સરકાર સામે વિરોધ નોંધાવ્યો હતો..

 

સમગ્ર ગુજરાતમાં વર્ગ-૩ ના કર્મચારીઓને જૂની પેન્શન યોજના બંધ કરી દેતાં સમગ્ર ગુજરાતમાં વર્ગ 3 ના  કર્મચારીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે તો બીજી તરફ પંજાબ અને રાજસ્થાનમાં જૂની પેન્શન યોજના ચાલુ કરવામાં આવી છે.જેથી ગુજરાતમાં પણ વર્ગ-૩ના  ફરજ બજાવતા કર્મચારીઓ પણ જૂની પેન્શન યોજના ચાલુ કરવા માટે ઉગ્ર માંગ કરી રહ્યા છે. ત્યારે આજે બનાસકાંઠા જિલ્લાના ડીસા ખાતે આવેલ મામલતદાર કચેરીમાં વર્ગ-૩ના કર્મચારીઓ આજે સરકાર સામે વિરોધ નોંધાવ્યો હતો કાળી પટ્ટી ધારણ કરી જૂની પેન્શન યોજના ચાલુ કરવા માટે ઉગ્ર માંગ કરાઈ હતી. અને જો સરકાર દ્વારા વર્ગ-૩ ના કર્મચારીઓને જૂની પેન્શન યોજના ચાલુ નહીં કરવામાં આવે તો ટૂંક સમયમાં ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે. હવે જોવાનું એ રહ્યું કે સરકાર દ્વારા વર્ગ 3 ના  કર્મચારીઓની પડતર માગણી સ્વીકારે છે કે કેમ કે પછી ગુજરાતમાં ફરી એક નવું આંદોલન છેડાશે. તે તો આવનારો સમય બતાવશે...

Download Our B K News Today App



Related News