ડીસાના જુના બસ સ્ટેન્ડ નજીક પોલીસ અને મહિલા વચ્ચે ઘર્ષણ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-06-21 11:07:48
  • Views : 379
  • Modified Date : 2022-06-21 11:07:48

 

ડીસા શહેરના જૂના બસ સ્ટેન્ડ નજીક ડીસા ઉત્તર પોલીસ ના જવાનો ફરજ પર હતા તે સમયે એક અજાણી મહિલા અને પોલીસના કર્મચારીઓ વચ્ચે બોલાચાલી થતા ઘટનાસ્થળે લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા.

ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં ગુનાહિત ઘટનાઓને અટકાવવા માટે પોલીસ જવાનો તૈનાત કરવામાં આવ્યા છે. ખાસ કરીને રોજ એ પ્રમાણે સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં ગુનાહિત ઘટનાઓ બની રહી છે તેને અટકાવવા માટે પોલીસ જવાનો રાત-દિવસ પોતાના પરિવારથી દૂર રહીને પણ ફરજ પર રહેતા હોય છે પરંતુ કેટલીક વાર એવી ઘટનાઓ સામે આવતી હોય છે જેના કારણે આપણે શર્મસાર થઈ જવું પડતું હોય છે ત્યારે આવી જ ઘટના ડીસા શહેરમાં બની હતી જેમાં ડીસા ઉત્તર પોલીસ જુના બસ સ્ટેન્ડ નજીક પોતાની ફરજ પર હતી તે સમયે કોઈ એક અજાણી મહિલા અને પોલીસના કર્મચારીઓ વચ્ચે બોલાચાલી થઇ હતી આ બોલાચાલીમાં મહિલા પોલીસ જવાનોને જેમ તેમ બોલી રહી હતી જે બાદ પોલીસ જવાનોએ તાત્કાલિક ડીસા ઉત્તર  મહિલા મહિલા પોલીસને જાણ કરતા તાત્કાલિક મહિલા પોલીસની ટીમ દોડી આવી હતી અને પોલીસ સાથે બોલાચાલી કરતી મહિલાને ઝડપી પાડી ઉત્તર પોલીસ મથકે લઇ જવામાં આવી હતી આ સમગ્ર ઘટનાને લઇ જુના બસ સ્ટેન્ડ ખાતે લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા

Download Our B K News Today App



Related News