જામનગરના હર્ષદ મિલની ચાલી વિસ્તારમાં બે પાડોશીઓ વચ્ચે તકરાર : માતા-પુત્ર પર ચાર પાડોશીઓનો હુમલો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2025-05-30 15:38:48
  • Views : 64
  • Modified Date : 2025-05-30 15:38:48

જામનગરમાં હર્ષદ મિલની ચાલી વિસ્તારના ધન-અપૂર્વ સોસાયટી શેરી નંબર-2 માં રહેતી ગીતાબેન રાજુભાઈ ટોલાણી નામની 48 વર્ષની મહિલાએ પોતાના ઉપર તેમજ પોતાના પુત્ર નીરજ ઉપર હુમલો કરી પોતાનું ઘર છોડીને અન્ય વિસ્તારમાં રહેવા માટે ચાલ્યા જવા ધાક ધમકી આપવા અંગે પાડોશમાં રહેતા સુમિતભાઈ, રામભાઈ, વિનોદભાઈ અને નારુભાઈ સામે ફરિયાદ નોંધાવી છે.
પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર બંને પાડોશીઓના મહિલાઓ વચ્ચે બોલાચાલી થઈ હતી, જેનો ખાર રાખીને તમામ આરોપીઓએ માતા-પુત્ર પર હુમલો કરી દીધો હતો. જેથી ચારેય હુમલાખોરો સામે ફરિયાદ નોંધાવાઈ છે.

Download Our B K News Today App



Related News