થાન આંબેડકરનગર વિસ્તારમાં લગ્ન બાબતે 2 જુથ વચ્ચે મારામારી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2025-05-21 18:46:09
  • Views : 65
  • Modified Date : 2025-05-21 18:46:09

  થાન શહેરી વિસ્તારમાં મૈત્રી કરાર લગ્ન કરવા બાબતનું મનદુઃખ રાખી બે જુથો વચ્ચે મારામારી થઇ હતી. પાઇપ, લાકડીથી હુમલો કરતા મહિલા સહિત આઠને ઇજા થતાં સારવાર માટે ખસેડાયા હતા. આ મામલે બંને પક્ષો મહિલા સહિત ૧૬ વ્યક્તિ સામે ફરિયાદ નોંધાવી છે. 

થાન શહેરના આંબેડકનગર-૪ વિસ્તારમાં રહેતા ફરિયાદી મહેન્દ્રભાઈ ભીમાભાઈ જાદવે અમદાવાદમાં રહેતા રમેશભાઈ રાઠોડની દિકરી રંજનબેન સાથે ગત તા.૧૬ મે ના રોજ મૈત્રી કરારથી લગ્ન કર્યા હતા. જેનું મનદુઃખ રાખી બે શખ્સોએ મહેન્દ્રભાઈને મોબાઈલ પર ધમકી આપી હતી અને અન્ય બે શખ્સોએ મહેન્દ્રભાઈના ઘરે આવી લોખંડનો પાઈપ, લાકડી તેમજ છરી વડે હુમલો કરી તેમની માતાને છરીનો ઘા તેમજ લોખંડના પાઈપ વડે હુમલો કરી ઈજાઓ પહોંચાડી હતી. તેમજ ફરિયાદીના રંજનબેનને પણ લાકડી તેમજ પાઈપ વડે મારમાર્યો હતો અને ઝપાઝપી દરમ્યાન ફરિયાદીના માતાના ગળામાં પહેરેલ ચેઈન પણ પડી ગયો હતો તેમજ જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.

Download Our B K News Today App



Related News