આઝાદ નગર વિસ્તારમાં બે જૂથ વચ્ચે અથડામણ, તિક્ષ્ણ હથિયાર વડે હુમલો કરતા 5 લોકો ઈજાગ્રસ્ત.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2024-02-23 13:16:57
  • Views : 73
  • Modified Date : 2024-02-23 13:16:57

રાજ્યમાં અવારનવાર જૂથ અથડામણની ઘટના બનતી હોય છે. ત્યારે ભાવનગર જિલ્લામાં વધુ એક વાર જૂથ અથડામણની ઘટના બની છે.  ભાવનગરના આઝાદ નગર વિસ્તારમાં બે જૂથ વચ્ચે અથડામણ થઈ હોવાનું સામે આવ્યુ છે.  જેમાં ધોકા, પાઈપ અને તિક્ષ્ણ હથિયાર વડે હુમલો કરવામાં આવ્યો હતો. જો કે અથડામણ પાછળનું કારણ હજી સુધી બહાર આવ્યું નથી. આ ઘટનામાં 5થી વધુ લોકોને ઈજા પહોંચી છે. જેની જાણ પોલીસને થતા બી ડિવિઝન પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે.બીજી તરફ આજે વડોદરામાં બે કોમ વચ્ચે જૂથ અથડામણની ઘટના બની છે. અભદ્ર ટિપ્પણી કરનાર યુવક્ની ધરપકડની માગ કરતા લોકો પર પથ્થરમારો થયો હતો. પાદરાના યુવાને ધાર્મિક લાગણી દુભાય તેવી પોસ્ટ કરી હતી. પાદરાના સહિદ પટેલ સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. અભદ્ર ટિપ્પણી કરનાર યુવક પોલીસ સ્ટેશને પહોંચતા તમામ હિન્દુ સંગઠનો એકત્રિત થયા હતા. વિરોધ કરતા લોકો પર મોટી સંખ્યામાં ઘસી આવેલ ટોળાએ પથ્થમારો કર્યો હતો.

Download Our B K News Today App



Related News