સુરેન્દ્રનગર જિલ્લામાં ફરી બે જૂથ વચ્ચે અથડામણ

  • Published By :
  • Published Date : 2022-09-29 14:56:06
  • Views : 207
  • Modified Date : 2022-09-29 14:56:06

બે દિવસ પહેલા પણ આ જ પ્રકારની ઘટના સામે આવી હતી. સુરેન્દ્રનગરના દેવચરાડી ગામે જૂથ અથડામણમાં યુવકની હત્યા કેસમાં 48 કલાક બાદ મૃતદહે સ્વીકારવામાં આવ્યો હતો. પોલીસે તપાસની ખાતરી આપતા પીડિત પરિવારે 48 કલાક બાદ આખરે મૃતદેહ સ્વીકાર્યો હતો. બનાવની વાત કરીએ તો દેવચરાડી ગામમાં જૂથ અથડામણ સમયે એક યુવકની હત્યા કરવામાં આવી હતી. જેને લઇ પીડિત પરિવારજનોએ ન્યાયની માગ સાથે મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો .જેથી પોલીસે તપાસમાં બેદરકારી દાખવનાર PIની બદલી અને એક કોન્સ્ટેબલને સસ્પેન્ડ કર્યો હતો, એટલું જ નહીં 13 આરોપીઓની ધરપકડ પણ કરવામાં આવી છે.સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રામાં બે જૂથ વચ્ચે અથડામણની ઘટના સામે આવી છે. મોડી રાત્રે સામાન્ય બોલાચાલી બાદ મામલો બીચક્યો હતો. શહેરના મોચીવાડ વિસ્તારમાં બન્ને જૂથના ટોળાએ એકબીજા પર પથ્થમારો કર્યો હતો. ઘટનાની જાણ થતા જ પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. જો કે પોલીસ પર પણ પથ્થરમારો થતા પોલીસે ટીયરગેસ છોડી ટોળાને વિખેરવાનો પ્રયાસ કર્યો હતો. હાલ આ વિસ્તારમાં શાંતિનો માહોલ છે. જો કે ઘટનાની ગંભીરતને જોતા LCB, SOG અને સ્થાનિક પોલીસને ટીમ ખડકી દેવાઇ છે.

Download Our B K News Today App



Related News